તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:2600 ઉમેદવારને વિદ્યુત સહાયક તરીકેની નિમણૂક, માહિતી ખાતાની ભરતી પરીક્ષા 27 જૂને યોજાશે

ગાંધીનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

ઊર્જા વિભાગ હસ્તકની 4 વીજ કંપનીઓમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કોરોના સંક્રમણને કારણે અટકેલી નિમણૂકની પ્રક્રિયા હવે ફરી શરૂ કરી દેવાઈ છે. પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા 2600 જેટલા વિદ્યુત સહાયકોને નિમણૂક આપવામાં આવી છે. ઊર્જા મંત્રી સૌરભ પટેલે કહ્યું કે, વીજ વિતરણ કંપનીઓ દ્વારા ડિસેમ્બર-જાન્યુઆરીમાં યોજાયેલી ઓનલાઇન પરીક્ષાનું પરિણામ 9 માર્ચે જાહેર કરાતાં 2365 જુનિયર આસિસ્ટન્ટ અને 275 જુનિયર એન્જિનિયરને નિમણૂક અપાઈ છે. ડીજીવીસીએલમાં 691, યુજીવીસીએલમાં 527, પીજીવીસીએલમાં 839, એમજીવીસીએલમાં 240 અને જીસેકમાં 68 મળીને કુલ 2365 વિદ્યુત સહાયકોને નિમણૂક આપવામાં આવી છે.

રાજ્યના માહિતી ખાતાની કોરોના સંક્રમણને કારણે મોકૂફ રખાયેલી વિવિધ સંવર્ગની ભરતી પરીક્ષા હવે 27 જૂને યોજવાની જાહેરાત કરાઈ છે. નાયબ માહિતી નિયામક વર્ગ-1, સહાયક માહિતી નિયામક વર્ગ-2ની પ્રીલિમ પરીક્ષા સવારે 10 વાગ્યે જ્યારે સિનિયર સબ એડિટર તથા માહિતી મદદનીશ વર્ગ-3ની પ્રીલિમ પરીક્ષા બપોરે 3 વાગ્યે યોજાશે. ઉલ્લેખનીય છે કે આ પરીક્ષા અગાઉ એપ્રિલમાં યોજાવાની હતી, પરંતુ કોરોનાના કેસો વધતાં તે મોકૂફ રખાઈ હતી. હવે સંક્રમણ ઘટતાં ફરી ભરતી પ્રક્રિયા શરૂ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...