તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજુઆત:મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરોની ભરતી કરવા માટે ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર અપાયું

ગાંધીનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સેનેટરી ઇન્સ્પેક્ટર બેરોજગાર યુવા સમિતિ દ્વારા રજુઆત કરાઇ

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા લેવામાં આવતી જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં મહત્ત્વની ગણાતી મલ્ટી પર્પસ હેલ્થ વર્કર મેલ અને ફીમેલની વર્ગ-૩ની પ્રતિ પ્રક્રિયા સત્વરે કરવા માટે સેનેટરી ઇન્સ્પેક્ટર બેરોજગાર યુવા સમિતિ દ્વારા ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપીને રજુઆત કરવામાં આવી હતી.

2016માં જિલ્લા પંચાયત પસંદગી સમિતિ દ્વારા સીધી ભરતી થઇ હતી

જિલ્લા પંચાયત હસ્તકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખાલી પડી રહેલી મલ્ટિપર્પઝ હેલ્થ વર્કરની જગ્યાઓ માટેની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ છેલ્લા ચાર-પાંચ વર્ષથી ઉમેદવારો કરી રહ્યાં છે. આ ભરતી પરીક્ષાનું આયોજન સરકારના દસ વર્ષના ભરતી કેલેન્ડર મુજબ વર્ષ 2013થી વર્ષે બે વર્ષે થતું હતું. પરંતુ છેલ્લે 24મી નવેમ્બર 2016 માં જિલ્લા પંચાયત પસંદગી સમિતિ દ્વારા સીધી ભરતી કર્યા બાદ આજ દિન સુધી કોઇ ભરતી કરવામાં આવી નથી.

ઘણા ઉમેદવારોની ઉંમર 34 વર્ષથી ઉપર થઈ જશે

ત્યારે સેનેટરી ઇન્સ્પેકટર બેરોજગાર યુવા સમિતિ દ્વારા જણાવાયું હતું કે સમયસર ભરતી વર્ધી પ્રક્રિયા હાથ નહીં કરવામાં આવતા ઉમેદવારોની ઉંમર વધતી જઈ રહી છે અને બેરોજગારી રાત દિવસ સતાવી રહી છે. ઘણા ઉમેદવારોની ઉંમર 34 વર્ષથી ઉપર થઈ જવાથી ખતરાની ઘંટી વાગવા લાગી છે. કાળી મજૂરી કરીને પરિવારજનોએ ભણાવ્યા હોવાથી તેઓની પણ ઈચ્છા રહેતી હોય છે કે તેમના સંતાનો સમયસર નોકરીએ લાગી જાય. પરંતુ ભરતી ભરતી નહીં કરીને અન્યાય કરવામાં આવી રહ્યો છે.

વર્ગ-૩ની ભરતી જુદા જુદા તબક્કે તાત્કાલિક કરવી

કેમકે એમ.પી.એચ.ડબલ્યુ નઈ 2200 તેમજ એફએચડબલ્યુની 3300 પ્લસ જગ્યાઓ પહેલાથી જ ખાલી હોવા છતાં ચાર-પાંચ વર્ષથી સીધી ભરતી કરવામાં આવતી નથી. આ સ્ટાફની ગ્રામ્યકક્ષાએ ખૂબ ઘટશે અને ત્રીજી લહેરની સંભાવના પણ નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરાય છે. ત્યારે ઉપરોક્ત ખાલી પડેલી વર્ગ-૩ની ભરતી જુદા જુદા તબક્કે તાત્કાલિક કરી દેવી હિતાવહ છે.

જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપીને રજુઆત કરી

છેલ્લા આઠેક વર્ષથી સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ બેઝ તેમજ આઉટસોર્સિંગથી જીલ્લા પંચાયત દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં 11 માસના કરારે ભરતી કરાય છે. જેથી સીધી ભરતી પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારોને હળહળતો અન્યાય થઇ રહ્યો છે. ત્યારે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા લઇને મેરીટના ધોરણે કાયમી સીધી ભરતી કરવામાં આવે તેવી સેનેટરી સબ ઇન્સ્પેક્ટર બેરોજગાર યુવા સમિતિ દ્વારા ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપીને રજુઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...