તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગંદકીથી પરેશાન:પેથાપુર પાલૈયામાં રોડ-પાણીની લીક પાઈપ મુદ્દે આપ દ્વારા આવેદન

ગાંધીનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક

પેથાપુર પાલૈયા વિસ્તારની સમસ્યાને લઈને આમ આદમી પાર્ટીએ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું છે. આપના જય વાઘેલા, પૃથ્વીરાજસિંહ વાઘેલા પ્રીતબેન શર્માએ મંગળવારે આવેદનપત્ર આપ્યું હતું.

પેથાપુર પાલૈયા વિસ્તારમાં સધી માતાજીના મંદિરથી મહાકાળી માતાજીના મંદિર સુધીનો રોડ અસ્ત-વ્યસ્ત છે અને હાલમાં ત્યાં તૂટી ગયેલ હોવાથી ત્યાં વારંવાર પાણીના ખાબોચિયા ભરાયેલા હોય છે. જેથી રહેવાસીઓને ત્યાંથી અવરજવર કરવામાં બહુ મુશ્કેલી પડે છે. જેથી તાત્કાલિક ધોરણે તેનું નવીનીકરણ કરવા માંગ કરાઈ છે.

પાલૈયા વિસ્તારમાં મોટી પીવાના પાણીની ટાંકી પાછળ જે લાઇન દ્વારા પાણી ગ્રામજનોને આપવામાં આવે છે તે લીક થઈ ગઈ છે. તેનું નવીનીકરણ અને રીપેરીંગ કરાવીને નાગરિકોને ચોખ્ખુ પાણી આપવા માંગ કરી છે. બીજી તરફ રાધે બંગલો વિસ્તારમાં ગટરની લાઈન જાય છે તે હાલમાં તૂટી ગયેલ છે જેનું ગંદુ પાણી રોડની સામેની બાજુમાં ખાબોચિયા ભરાયેલા છે. જેથી ગંદકી-દુર્ગંધને પગલે લોકોનેે મુશ્કેલી પડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...