• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Applicants Will Be Able To Get The Information Of The Presentation Made To The Minister On Their Mobile, Arrangements For Not Having To Come To Know The Status

ગૃહ-મહેસૂલ વિભાગ સોફ્ટવેર વિકસાવશે:મંત્રીને કરેલી રજૂઆતની માહિતી અરજદારોને મોબાઇલ પર મળશે, સ્ટેટસ જાણવા આવવું ન પડે તે માટેની વ્યવસ્થા

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં નો રીપિટ થિયરીથી રચાયેલી નવી ભૂપેન્દ્ર પટેલ સરકારમાં અરજદારોના પ્રશ્નોનો ત્વરિત નિકાલ થાય અને મંત્રી કાર્યાલયમાં આવેલી રજૂઆતોની જાણકારી અરજદારને તમામ તબક્કે સરળતાથી મળી રહે તે માટે આધુનિક ટેક્નોલોજીના માધ્યમથી ક્વીક રીસ્પોન્સ સિસ્ટમ ગોઠવવામાં આવી રહી છે. આ માટે વિવિધ વિભાગના મંત્રીઓ પોતાનું અલાયદું સોફ્ટવેર વિકસાવી રહ્યા છે.

સૌથી વધુ પ્રશ્નો અને અરજીઓ આવતી હોય છે તેવા ગૃહ વિભાગ અને મહેસૂલ વિભાગમાં મંત્રી કાર્યાલયમાં પ્રથમ તબક્કે આવા સોફ્ટવેર વિકસાવવાશે. ચૂંટણી પહેલા આ પ્રકારે લોકોમાં અસરકારક સરકારની છબિ ઉપસાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...