તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અપીલ:વરસાદની અછતથી ચોમાસુ પાક બચાવવા જિલ્લા ખેતીવાડી વિભાગની ખેડૂતોને અપીલ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેતરમાં ભેજને બાષ્પિભવનથી થતો વ્યય અટાકવવા માટે સમાયંતરે આંતરખેડ કરવું જોઈએ

વરસાદની અછતના કારણે ચોમાસુ પાકને બચાવવા માટે ધરતીપૂત્રોની હાલત કફોડી બની છે. ત્યારે જિલ્લા ખેતીવાડી વિભાગે અપીલ કરી છે કે ખરીફ પાકને બચાવવા માટે ધોરીયાને બદલે સુક્ષ્મ પિયત પદ્ધતિથી પાણી આપવું જોઇએ. ઉપરાંત ખેતરમાં ભેજને બાષ્પિભવનથી વ્યય થતાં અટકાવવા માટે સુક્ષ્મ પિયત પદ્ધતિથી પાણી આપવા અપીલ કરી છે.

તાઉતે વાવાઝોડાને બાદ વરસાદે જાણે રૂછણાં લીધા હોય તેમ તેની અછતનો અનુભવ ધરતીપૂત્રો કરી રહ્યા છે. ત્યારે હાલમાં જિલ્લામાં 58353 હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. ત્યારે ખરીફ પાકને બચાવવા માટે ખેતીવાડી વિભાગ દ્વારા ખેડુતોને શું શું તકેદારી રાખવી તેની અપીલ કરી છે. તેમાં ખરીફ પાકમાં ભેજની અછત વર્તાતી હોય તો લાઇફ સેવીંગ પિયત આપવું જોઇએ. પિયત ધોરીયા પદ્ધતીને બદલે ફુવારા, ટપક પદ્ધતી જેવી સુક્ષ્મ પિયત પદ્ધતિથી મર્યાદિત પાણીમાંથી પિયતનો એકમ વિસ્તાર વધારવા અપીલ કરી છે.

ખેતરમાં ભેજના બાષ્પીભવનની ચેઇન તોડવા અને જમીનમાં ભેજ ટકાવવા માટે સમયાંતરે આંતરખેડ કરવું જોઇએ. ડાંગર જેવા વધુ પાણીની જરૂરીયાતવાળા પાકોનું હાલના સમયે વાવેતર તેમજ ફેરરોપણી ટાળવું. પાકમાં રહેલા નિંદામણનું સમયસર નિયંત્રણ કરવું તેમજ પાકમાં આવતા રોગ અને જિવાત સામે નિયંત્રણના પગલાં લેવા જોઇએ. ઉપરાંત ઘાસચારના પાકો તરીકે મકાઇ, ગુંદરી, જુવાર, સોલાપુરી જુવાર તેમજ દિવેલા, તલ પૂર્વા-1 અને ટુંકા જીવન કાળવાળા પાકોનું વાવેતર કરવું જોઇએ.

જિલ્લામાં 58353 હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે
આંતરપાક પદ્ધતિ નીચે મુજબ
બાજરી + તુવેર (૨: ૧) બાજરી + દિવેલા (૩: ૧) ચોળી + દિવેલા (૩: ૧) દિવેલા + ચોળી/મગ (૧:૧) તુવેર + અડદ (૧:૨), બાજરી + કઠોળ પાકો (મગ/અડદ/મઠ/ગુવાર/ચોળી) ર:ર અથવા ૧:૨, કપાસ + કઠોળ પાકો (મગ/અડદ/મઠ/ગુવાર/ચોળી) ૧:૨, તુવેર + મગફળી (૧:૨ અથવા ૧:૩) લઇ શકાય.

આંતરપાક પદ્ધતિથી પાક લેવાથી નુકસાન થાય નહીં
વરસાદની અનિચ્છિતતાના સમયમાં પાકનું વાવેતર કરીને જોખમ લેવા કરતા આંતરપાક પદ્ધતિથી પાક લેવાથી નુકશાન થાય નહી. ઉપરાંત ખેતીની અનિયમિત અને અપુરતા વરસાદને કારણે નિષ્ફળતાના જોખમને ટાળવા માટે મિત્ર પાક પદ્ધતિ લાભદાયક બની રહે.

આવરણ કરવાથી જમીનમાં રહેલો ભેજ લાંબો સમય ટકાવી શકાય
કપાસ અને બહુ વર્ષાયુ બાગાયતિ પાકોમાં જમીનમાં ભેજ ટકાવવા આવરણ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય. જેના માટે સુકુ ઘાસ, ઘઉં કે ડાંગરનું પરાડ તેમજ ખેતરનો અન્ય કચરાનો ઉપયોગ કરી શકાય. પાકના ફરતે જમીન ઉપર આવરણ કરવાથી જમીનમાં રહેલો ભેજ લાંબો સમય ટકાવી શકાય છે.

ડાંગરના ધરૂમાં રોપણી અંતર ઘટાડવું
ડાંગરનુ ધરૂ નાંખેલા ખેડુતોએ વરસાદ ખેંચાતા ધરૂની ઉમંર વધી જવાના કિસ્સાઓમાં રોપણી અંતર ઘટાડવું. થાણા દીડ 5-6 ધરૂ રોપવા. જે ખેડુતોએ ધરૂ નાંખ્યુ ન હોય તેમણે ફણગાવેલા બીજનો ઉપયોગ કરવો. ઓરાણ ડાંગર માટે જી.આર. 5, 8 અને 9નું વાવેતર કરવ જોઈએ તેમજ ડાંગરની અવેજીમાં તુવેર, જુવાર, અડદ જેવા પાકોનું વાવેતર કરવું જોઇએ.

અન્ય સમાચારો પણ છે...