તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:મારૂ ગામ કોરોનામુક્ત અંતર્ગત દરેક ગામમાં આઇસોલેશનની વ્યવસ્થા ઊભી કરવા અપીલ

ગાંધીનગર14 દિવસ પહેલા
 • કૉપી લિંક
મારુ ગામ કોરોના મુક્ત ગામ અંતર્ગત બેઠક યોજવામાં આવી - Divya Bhaskar
મારુ ગામ કોરોના મુક્ત ગામ અંતર્ગત બેઠક યોજવામાં આવી
 • ગામની શાળાઓ, સમાજની વાડીઓ તેમજ ખાલી મકાનોમાં વ્યવસ્થા ઊભી કરવા સરપંચ અને તલાટીને આહવાન

કોરોનાની વકરતી જતી સ્થિતિને પગલે મારૂ ગામ કોરોના મુક્ત ગામ અંતર્ગત દરેક ગામની શાળાઓ, સમાજની વાડીઓ, બંધ મકાનોમાં આઇસોલેશનની વ્યવસ્થા કરવા સરપંચ અને તલાટીઓને અપીલ કરાઈ છે. કોરોનાના લક્ષણ ધરાવતી વ્યક્તિઓને આઇસોલેશનમાં રાખીને ભોજનની સાથે સાથે આર્યુવેદિક ઉકાળો, દવાઓ, માસ્ક તેમજ સેનેટાઇઝર સહિતની વ્યવસ્થા પૂરી પાડવા જિલ્લા કલેક્ટરે આહવાન કર્યું છે.કોરોનાના ઘરે ઘરે ખાટલા જેવી સ્થિતિ મનપા વિસ્તાર બાદ હવે ગ્રામ્ય વિસ્તારોમાં બની રહી છે.

કોરોનાની પરિસ્થિતિ બેકાબુ બનતા હાલમાં હોસ્પિટલોમાં બેડ, ઓક્સિજન, રેમડેસિવીર ઇન્જેક્શન સહિતની તંગી સર્જાઇ રહી છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના લક્ષણો દેખાય કે તરજ તેની કેર લઇને સારવાર કરાય તો પરિસ્થિતિ નિયંત્રણમાં લાવી શકાય. ગ્રામ્યમાં વધી રહેલા કેસને પગલે રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મારૂ ગામ કોરોના મુક્ત ગામ અંતર્ગત દરેક ગામમાં સરપંચ તલાટીઓ અને આગેવાનોની કમિટી બનાવીને ગ્રામ્ય વિસ્તારોમાં આઇસોલેશનની વ્યવસ્થા ઉભી કરવા અપીલ કરી છે.

જે અંતર્ગત જિલ્લા કલેક્ટર ડો.કુલદીપ આર્ય અને જિલ્લા વિકાસ અધિકારી શાલીની દુહાનની ઉપસ્થિતિમાં જિલ્લા અને તાલુકા પ્રમુખોની સાથે બેઠક યોજવામાં આવી હતી. તેમાં હાલમાં ચાલી રહેલી કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક હોઇ ફેસિલીટી આઇસોલેશનની વ્યવસ્થા કરવી અત્યંત જરૂરી છે. જિલ્લાના ગામોમાં કોરોનાની જાગૃત્તિની સાથે સાથે સરપંચ, તલાટી, અને ગામના અગ્રણીઓની 10 સભ્યોની કમિટી બનાવવી જોઇએ. ઉપરાંત ગામની શાળાઓ, સમાજની વાડીઓ, તેમજ ખાલી પડેલા મોટા મકાનોમાં અલાયદી આઇસોલેશનની વ્યવસ્થા કરવા આહવાન કર્યું છે.

ગામની કોઇ વ્યક્તિને કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતી વ્યક્તિઓને રાખીને તેમની જમવાની, રહેવાની સાથે દવાઓ, આર્યુવેદિક ઉકાળા, માસ્ક તેમજ સેનેટાઇઝરની વ્યવસ્થા કરવા આહવાન કર્યું હતું. કેમ કે હોમ આઇસોલેશન રહેતી વ્યક્તિ ઘરના અન્ય સભ્યોને પણ સંક્રમિત કરતી હોય છે. આથી ગામને કોરોનાના મુક્ત કરવા ફેસેલીટી આઇસોલેશનની વ્યવસ્થા કરવા જિલ્લા કલેક્ટરે અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો