ગાંધીનગરના સેક્ટરોમાં 70 વર્ષ જૂનાં શોપિંગ સેન્ટરો આવેલાં છે, વધેલી વસ્તી અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તેના વિકાસનું નવેસરથી આયોજન કરવાની આવશ્યકતા હોવાનું ગાંધીનગર જાગૃત નાગરિક પરિષદે જણાવ્યું છે. જેમાં લોકો છૂટથી હરીફરી શકે તેવાં વિશાળ અદ્યતન શોપિંગ સેન્ટર્સની આજની જરૂરિયાત ગણાવાયા છે. જેમાં 50થી વધુ દુકાનો, વૃક્ષોની છાયા સાથેનું શાકમાર્કેટ, પાર્કિંગ વિકસાવવા અપીલ કરાઈ છે.
જેથી વ્યાપાર ક્ષેત્રે રોજગારીની નવી તકો મળવા સાથે નાગરિકોની સુવિધામાં અને સુરક્ષામાં વધારો થશે. ઇન્ફોસિટી શોપિંગ સેન્ટરની પેટર્ન મુજબ સેક્ટરના શોપિંગ સેન્ટર વિકસાવી શકાય તેવા વિચાર જાગૃત નાગરિક પરષિદે વ્યક્ત કર્યો છે. હાલમાં માત્ર સેકટર 7, 21 અને સેકટર 24માં જ શાકમાર્કેટ માટે વ્યવસ્થા છે.
શાકભાજી લોકો માટે રોજીંદી જરૂરિયાત છે અને લોકોના રહેઠાણની નજીકમાં ઉપલબ્ધ થાય તે ઈચ્છનિય છે. તેથી વસવાટ ધરાવતા દરેક સેક્ટરમાં શોપિંગ સેન્ટરની પાસે શાકભાજી માર્કેટ માટે આયોજન કરવામાં આવે લોકોને સુવિધા મળશે અને ફેરીયાને રોજગારી મળશે.
સેક્ટર-21 મુખ્ય શાકમાર્કેટમાં ગ્રાહકોની અને લારીવાળાઓની હંમેશા ભારે ગીરદી રહે છે. શાક માર્કેટ અને અપના બજાર બિલ્ડીંગ વચ્ચે આવેલાં જૂનાં સરકારી ક્વાટર્સને દૂર કરીને તે સ્થળે શાકભાજી અને ફળોની રેકડીઓને ઊભા રહેવાની અને પાથરણાંવાળાને બેસવાની વ્યવસ્થિત જગ્યાઓ આપવામાં આપવા માંગ કરાઈ છે. જેથી મુખ્ય શાક માર્કેટ પરનું દબાણ દૂર કરી શકાય અને ગીરદી નિવારી શકાય. વચ્ચેના બંને બગીચાને વિકસાવવામાં આવે જેથી મહિલાઓ સાથે આવેલાં બાળકો અને વૃદ્ધો બગીચામાં રોકાઈ શકે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.