તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અપીલ:સ્વજનના સ્વર્ગવાસ બાદ વધેલી દવાઓ જમા કરાવવા અપીલ

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિવિલ હોસ્પિટલ કેમ્પસના કાર્યાલયમાં આપવા જિલ્લાવાસીઓને જુસીકાની અપીલ

કોરોના વાયસરમા અનેક લોકોના મોત થયા છે. ચાલુ સારવાર દરમિયાન મોત થતા સ્વજન માટે લાવવામા આવેલી અને વપરાયા વિનાની દવાઓ અર્થ વગની બની જાય છે. ત્યારે ઘરે પડી રહેલી વપરાયા વિનની દવાઓ ગાંધીનગર શહેરની સેવાભાવી સંસ્થા જૂનિયર સિટીજન કાઉન્સિલના સિવિલ હોસ્પિટલ સ્થિત કાર્યાલયમાં જમા કરાવવા અપિલ કરવામા આવી છે.

જિલ્લામાં અનેક પરિવાર એવા હશે જેમના ઘરમાં ચાલુ સારવાર દરમિયાન સ્વજનનુ મોત થયુ હોય. તેવા કિસ્સામાં તેમની દવાઓ ઘરમાં વપરાયા વિન જ પડી રહી હશે. ત્યારે જુનિયર સિટીજન કાઉન્સિલ દ્વારા જિલ્લાના નાગરિકોને અપિલ કરવામા આવી છેકે, જે લોકોના સ્વજનો કોરોનામા કે અન્ય બિમારીથી ગુજરી ગયા છે, તેમની સારવારની દવાઓ પડી રહી હોય તો અમને આપો. આ દવાઓને સંસ્થા દ્વારા જરૂરિયાતમંદ લોકોને તબીબોની સલાહ મુજબ અપાશે. જો દવાની સમય મર્યાદા પુરી થઇ ગઇ હશે તો તેનો નાશ કરાશે.

ઉલ્લેખનિય છેકે, તાજેતરમાં એક દાતા દ્વારા સંસ્થામા આપવામા આવેલા 200 નંગ ડાઇપર્સ, નાસ લેવાના 50 નંગ મશીન એક વૃદ્ધાશ્રમમા આપવામા આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...