તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આંદોલન:ભારતબંધને ભારતીય કિસાન સંઘનું સમર્થન નહીં, બંધમાં નહીં જોડાવા અપીલ

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાર્યકર્તાઓને બંધમાં નહીં જોડાવવા આહ્્વાન

અનુસાશિત રીતે ચાલતા ખેડૂતોના આંદોલનમાં કેટલાક રાજકીય પક્ષો આંદોલન થકી અરાજકતાની દિશા આપવા પ્રયત્નશીલ હોવાથી દેશ અને કિસાનોને નુકશાન થશે. આથી ભારત બંધના એલાનને ભારતીય કિસાન સંઘ સમર્થન આપતું નથી. ઉપરાંત બંધમાં નહી જોડાવવા અને પ્રજાને સાવધાન કરે તેમજ પોતે પણ સજાગ રહે તો કોઇ અનુચિત ઘટના બને નહી તેવી અપીલ ભારતીય કિસાન સંઘે રાજ્યના કાર્યકર્તાઓને કરી છે.

ભારત સરકારના કિસાન બીલથી ખેડૂતોને નુકશાન કર્તા હોવાનું જણાવીને પંજાબ સહિત રાજ્યના ખેડૂતોએ દિલ્હીમાં આંદોલન ચલાવી રહ્યા છે. ખેડૂતોના આંદોલનને પગલે કેન્દ્ર સરકાર ઝુકીને ખેડૂતો સાથે બેઠક કરીને ચર્ચા કરી હતી. આથી અત્યાર સુધી કેન્દ્ર સરકારે આંદોલન કરી રહેલા ખેડૂતો સાથે 8-8 વખત બેઠક કરી છે. પરંતુ કોઇ જ નક્કર નિર્ણય લેવામાં આવ્યો નહીં હોવાથી ખેડૂતોએ આંદોલન યથાવત રાખ્યું છે. ત્યારે ભારત સરકાર દ્વારા તારીખ 9મી, ડિસેમ્બરના રોજ આંદોલન કરી રહેલા ખેડૂતોના આગેવાનોની સાથે 9મી વખત બેઠક કરશે. ત્યારે આ આંદોલનને વિવિધ રાજકીય પક્ષોએ પણ સપોર્ટ કર્યો છે. આંદોલન કરી રહેલા ખેડૂતોએ 8મી, ડિસેમ્બરના રોજ ભારત બંધનું એલાન કર્યું છે. ત્યારે ભારતીય કિસાન સંઘે આ બંધને સમર્થન આપ્યું નથી.

જો કે, કૃષિ સુધારા બિલમાં અમુક સુધારા કરવાની માંગણી કિસાન સંઘે કરી છે.ભારતીય કિસાન સંઘના પ્રદેશ મહામંત્રી બાબુભાઇ. કે પટેલે જણાવ્યું કે, દિલ્હીમાં ચાલતા કિસાન આંદોલનને પગલે કેન્દ્ર સરકાર સાથે મંત્રાણાનો દોર ચાલી રહ્યો છે. તેમજ હજી 9મી, ડિસેમ્બરના રોજ ચર્ચા બેઠક પણ યોજાનાર છે. કિસાન સંઘે 3 નવીન કૃષિ સુધારા આવકાર્ય પણ તેમાંં જરૂરી 3 સુધારા કરવા જરૂરી છે. માર્કટની બહાર કે અંદર ક્યાંય એમએસપીથી નીચે ખરીદીના થાય તેવી જોગવાઇ, વેપારીઓ દ્વારા નાણાંની બેન્ક ગેરેટીંગ મળે અને વિવાદના સમયે જિલ્લામાં જ કૃષિ ન્યાયાલયની રચનાની માંગણી કરી છે. અધ્યાદેશ બહાર પડ્યા પૂર્વેથી જ કિસાન સંઘે જરૂરી સુચનો સાથે વિરોધ કર્યો હતો.

માણસા APMC માર્કેટ બંધમાં જોડાશે નહી
ભારત બંધના એલાનમાં માણસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સંચાલિત માર્કેટયાર્ડ જોડાશે નહી. ઉપરાંત આવતીકાલે રાબેતા મુજબ જ હરાજી સહિતનું કામકાજ ચાલુ રાખશે.

માણસા કોંગ્રેસ અને પાટીદારનો આંદોલનને ટેકો
કેન્દ્રિય કૃષિના નવા કાયદાઓના વિરોધમાં ભારત બંધના આંદોલન અંગે માણસા તાલુકા કોંગ્રેસના પ્રમુખ ગીરીવતસિંહ ચાવડાએ જણાવ્યું છે કે બંધના સમર્થનમાં વેપારીઓ સહિતને જોડાવવા અપીલ કરી છે. ઉપરાંત સૂત્રોચાર, દેખાવો સહિતના કાર્યક્રમો યોજાશે. જ્યારે પાટીદાર આંદોલન સમિતિના માણસા તાલુકાના કન્વીનર ધર્મેશ પટેલે જણાવ્યું છે કે ભારત બંધના એલાનને ટેકો આપ્યો છે.

SPના સુપરવિઝનમાં 1200 જવાનો રહેશે
ભારત બંધના એલાનને પગલે ગાંધીનગરમાં જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના સુપરવિઝનમાં 6 DySP, 20 PI, 70 PSI, 1 હજાર પોલીસ જવાનોનો બંદોબસ્ત રહેશે. જેમાં શહેરના મુખ્ય રસ્તા અને સ્થળો પર બંદોબસ્ત અને સતત પોલીસ પેટ્રોલિંગ ચાલુ રખાઈને મોટાભાગની પોલીસ સ્ટેન્ડ ટુ રહેશે. જેને પગલે બંધને લઈને કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે જોવાની સાથે બંધ કરાવવા માટે કોઈ જબરદસ્તી કે માથાકૂટ કરીને વેપારીઓને હેરાન ન કરે તેનું ખાસ ધ્યાન રખાશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

    વધુ વાંચો