હર ઘર તિરંગા અભિયાન:15મી ઓગષ્ટ સુધી સોશિયલ મીડિયા એકાઉન્ટના DPમાં રાષ્ટ્રધ્વજનો ફોટો રાખવા શિક્ષણ મંત્રીની અપીલ

ગાંધીનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીનગરના શાહપુર ગામે આદર્શ પ્રાથમિક શાળા ખાતે જાહેર વ્યાખ્યાન તેમજ ભારત માતા આરતી-પૂજન કાર્યક્રમ યોજાયો
  • તા.13 થી 15 ઓગસ્ટ દરમિયાન સૌ નાગરિકો પોતાના ઘરે તિરંગો લહેરાવી માતૃભૂમિનો ઋણ અદા કરે

આજે ગાંધીનગરના શાહપુર ગામે આદર્શ પ્રાથમિક શાળા ખાતે જાહેર વ્યાખ્યાન તેમજ ભારત માતા આરતી-પૂજન કાર્યક્રમ ખાસ ઉપસ્થિત શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આગામી 15મી ઓગષ્ટ સુધી દેશની આન, બાન અને શાન એવા આપણા રાષ્ટ્રધ્વજનો ફોટો સૌ નાગરિકો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટના ડિસ્પ્લે પ્રોફાઈલ (ડીપી)માં રાખે તેવી અપીલ કરી છે.

શાહપુર ગામ સ્થિત આદર્શ પ્રાથમિક શાળા ખાતે કાર્યક્રમ યોજાયો
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સંલગ્ન ગાંધીનગર જિલ્લા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગાંધીનગરના શાહપુર ગામે સ્થિત આદર્શ પ્રાથમિક શાળા ખાતે આજે જાહેર વ્યાખ્યાન તેમજ ભારત માતા આરતી-પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, આપણા દેશને આઝાદ કરાવવા માટે અનેક શહીદોએ પોતાનું બલિદાન આપ્યું છે.

હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત સૌ નાગરિકો પોતાના ઘરે તિરંગો લહેરાવે
શહીદોની આ શહાદત દેશના નાગરિકો ક્યારેય ભૂલશે નહીં. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદીના 75માં વર્ષને સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અનેકવિધ કાર્યક્રમો થકી ઉજવવાનો નિર્ણય લીધો છે જેનાથી આવનારી પેઢીને પણ આ વીર શહીદ સપૂતો સ્મરણમાં રહેશે. આગામી તા.13 થી 15 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત સૌ નાગરિકો પોતાના ઘરે તિરંગો લહેરાવે અને માતૃભૂમિનો ઋણ અદા કરે.

રાજ્યની 31 હજાર શાળાઓમાં આયોજન કરાયું
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, રાજયભરમાં રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ દ્વારા રાજ્યની શાળાઓ સાથે મળીને ભારત માતાની પૂજા અને વ્યાખ્યાનમાળાના કાર્યક્રમોનું આયોજીત થયા છે. રાજ્યની 31 હજાર શાળાઓમાં આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જે આપણા સૌ માટે ગૌરવની વાત છે.આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સ્વયંસેવક અને ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના પુર્વ ચેરમેન હસમુખ જોષી, ગામના સરપંચ સહિત આગેવાનો, પ્રાથમિક શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તે ઉપરાંત ગ્રામજનો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...