તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૂચના:જિલ્લાના ગામોમાં બહારના લોકોને ગામમાં પ્રવેશવા નહીં દેવા અપીલ

ગાંધીનગર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • તંત્રના કોરોનામુક્ત ગામો કરવાના અભિયાનને સફળ બનાવવા
 • ગામની વ્યક્તિઓ વધુને વધુ વેક્સિન લે તેવી વ્યવસ્થા ગોઠવવા માટે જિલ્લા કલેક્ટરે આપેલી ખાસ સૂચના

જિલ્લાના ગામોને કોરોના મુક્ત કરવા કલેક્ટરે ગામમાં વેક્સિન લીધા વિનાની વ્યક્તિ રહે નહી. બહારથી આવતી વ્યક્તિને ગામમાં પ્રવેશ નહી આપવા સરપંચ અને તલાટીઓને આદેશ કર્યો છે. બહાર જવાનું થાય તો કમિટી દ્વારા નિર્ણય લેવાય તેવી વ્યવસ્થા ગોઠવવા સુચના આપી છે.

જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના બેકાબુ બને નહી તે માટે તાલુકા વિકાસ અધિકારી, તલાટી અને સરપંચને શું શું કેવા પ્રકારની તકેદારી રાખવી તેનો આદેશ જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવ્યો છે. વર્તમાન સમયમાં કોરોનાનું સંક્રમણ તીવ્ર ગતિએ વધી રહ્યું છે. ત્યારે જિલ્લાના ગામો કોરોના મુક્ત રહે તે માટે ગામના સરપંચ અને તલાટી કમ મંત્રી તેમજ ગામના અગ્રણીઓની મદદ લઇને સુચારૂ આયોજન કરવા કલેક્ટર ડો.કુલદીપ આર્યએ સુચના આપી છે. તેમાં દરેક ગામમાં દસ સભ્યોની કમિટી બનાવવાનો આદેશ કર્યો છે.

કમિટી દ્વારા ગામમાં બહારની કોઇ વ્યક્તિને પ્રવેશ આપવો નહી. ઉપરાંત જો કોઇ ગામની વ્યક્તિને બહાર જવાનું હોય તો તેના કારણો કે કેમ બહાર જવું છે સહિતની તપાસ કર્યા બાદ કમિટી નિર્ણય લે તેવા આયોજનની સુચના આપી છે. હાલમાં કોરોનાની વેક્સિન અપાઈ રહી છે. ત્યારે નિયત કરેલી ઉંમરવાળી કોઇપણ વ્યક્તિ વેક્સિન લીધા વિના રહે નહી તેવું આયોજન કરવું જોઇએ. ગામમાં આવેલી મંડળી, દુકાનો, મંદિરો સહિતની જગ્યાઓએ સામાજિક અંતર જળવાય અને ગામના નાના બાળકોથી લઇને વડિલો સહિત તમામ વ્યક્તિ ફરજિયાત માસ્ક પહેરી બહાર નિકળે તેવું આયોજન કરવું જોઇએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો