તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિમણૂંક:ટ્રાઇબલ વિકાસ વિભાગના સચિવ અનુપમ આનંદ ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી નિમાયા

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
IAS અનુપમ આનંદ ( ફાઈલ ફોટો) - Divya Bhaskar
IAS અનુપમ આનંદ ( ફાઈલ ફોટો)
  • ટ્રાઈબલ વિકાસ વિભાગમાં સચિવનું પદ હવે IAS મનોજ અગ્રવાલ સંભાળશે

કેન્દ્રીય ચૂંટણી પંચના ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી મુરલી ક્રિષ્ણન સેવા નિવૃત્ત થતાં હવે તેમના સ્થાને ટ્રાઈબલ વિકાસ વિભાગના સચિવ અનુપમ આનંદની નિમણુંક કરવામાં આવી છે. જ્યારે ટ્રાઈબલ વિભાગમાં સચિવ તરીકેનો વધારાનો પદભાર હવે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના એડિશ્નલ ચીફ સેક્રેટરી મનોજ અગ્રવાલને સોંપવામાં આવ્યો છે. બીજી તરફ સુત્રોએ એવું પણ જણાવ્યું છે કે મુરલી ક્રિષ્ણન રાજ્ય સરકારની સેવામાં પરત આવી શકે છે.

રાજ્યના નવા ચૂંટણી અધિકારી અનુપમ આનંદ મુળ બિહારના પટણાના વતની છે. તેઓ 2000ની બેચના IAS કેડરના અધિકારી છે. ભૂતકાળમાં તેઓ સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારી, જામનગર મ્યુનિસિપલ કમિશ્નર અને ડાંગમાં જિલ્લા કલેક્ટર વગેરે પદ પર રહી ચૂક્યા છે. આગામી 2022ની વિધાનસભાની ચૂંટણી હવે અનુપમ આનંદના કાર્યકાળમાં થશે.