પક્ષપલટો:પુત્રને ટિકિટ માટે વધુ એક કોંગ્રેસી ધારાસભ્ય ભાજપમાં

ગાંધીનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તલાલાના કોંગ્રેસ ધારાસભ્ય પુત્રો સાથે ભાજપમાં સામેલ

તલાલાના ધારાસભ્ય અને ગીર સોમનાથ જિલ્લાના આહીર નેતા ભગવાન બારડ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઇ ગયા છે. ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ તેઓ ગુજરાત પ્રદેશ ભાજપના અમદાવાદમાં ઊભા કરાયેલા મિડીયા સેન્ટર પર ભાજપમાં શામેલ થઇ ગયા હતા. આ સાથે તેમના મોટાભાઇ જશુ બારડના પુત્રો શૈલેષ અને હિરેન બારડ પણ ભાજપમાં જોડાયા હતા.

આવતી ચૂંટણીમાં ભાજપ ભગા બારડને અથવા શૈલેષ કે હિરેન પૈકી કોઇ એકને ટિકિટ તલાળા બેઠક પરથી ટિકિટ આપી શકે છે. ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ પણ બારડને આવકારતા કહ્યું કે અમે તેમને ચૂંટણીમાં ટિકિટ મળે તે માટે સેન્સ અમારા મોવડીમંડળને મોકલીશું. તેઓ એક મજબૂત નેતા છે.

આ ઉપરાંત બારડે પોતાના વેવાઇ મૂળુ કંડોરિયા માટે જામ ખંભાળિયા બેઠક પરથી ભાજપ પાસે ટિકિટ માંગી હોવાની પણ ચર્ચા છે. બારડે જણાવ્યું કે, હું કોંગ્રેસ પાર્ટી ના ધારાસભ્ય તરીકે અને સભ્ય પદેથી આજે મારુ રાજીનામું આપી મોટી સંખ્યામાં મારા સમર્થકો સાથે ભાજપમાં જોડાયો છું. ઘણા વિચારો કર્યા પછી મેં આ નિર્ણય લીધો છે અને મારે કોંગ્રેસમાં રહેલા કોઇ અંગે ટીપ્પણી કરવી નથી. અમે મુળ કોંગ્રેસી નથી, અમારો પરિવાર પહેલા ભાજપ સાથે જ જોડાયેલો હતો.

બારડ ભાજપમાં આવતા ગીર સોમનાથના સમીકરણ બદલાશે
ભગવાન બારડના પિતા ધાનાભાઇ બારડ સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના મોટા આહીર નેતા હતા જ્યારે તેમના મોટાભાઇ જશુ બારડ પણ કોંગ્રેસના મોટા નેતા હતા. 2017ની ચૂંટણીમાં ભાજપને જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં મોટો ફટકો પડ્યો હતો. બારડના આગમનથી ગીર સોમનાથમાં ભાજપ ખાતુ ખોલાવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...