તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:વધુ 25 વ્યક્તિ કોરોનામાં સપડાઈ, સારવાર દરમિયાન 2 વૃદ્ધ મહિલાના મોત નીપજ્યાં

ગાંધીનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • વધુ 40 દર્દીઓ કોરોનામુક્ત થતાં જિલ્લાની 6441 વ્યક્તિ સાજી થઇ

જિલ્લામાં કોરોનાના નવા 25 કેસ સાથે કુલ આંકડો 7413 થયો છે. જોકે રવિવાર જાણે યુવાનોને સંક્રમિત કરવાનો દિવસ હોય તેમ મનપા વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાંથી 16 યુવાવર્ગની અને 7 આધેડ વયની જ્યારે 1 વૃદ્ધ સંક્રમિત થયા છે. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બે વૃદ્ધ મહિલાના મોત થતાં કુલ આંકડો 571 થયો છે. તેમાં શિયાવાડાના 78 વર્ષીય અને કલોલના 90 વર્ષીય મહિલાનું મોત નિપજ્યું છે.

જ્યારે કોરોનાને હરાવવામાં વધુ 40 દર્દીઓ સફળ થતાં જિલ્લાની 6441 વ્યક્તિઓ કોરોનામુક્ત થઇ છે. કોરોનાથી સંક્રમિત થનાર વ્યક્તિઓમાં શિક્ષિકા, વિદ્યાર્થી, વેપારી, ડીવાયએસઓ, ગૃહિણી સહિત સંક્રમિત થયા છે. જિલ્લાના મનપા વિસ્તારમાંથી 12, ગાંધીનગર તાલુકામાંથી 12 અને માણસામાંથી 1 નવો કેસ નોંધાયો છે.

રાહત : કલોલ તેમજ દહેગામ તાલુકમાં રવિવારે એકય કેસ નહીં
મનપા વિસ્તારમાંથી નવા 12 કેસમાંથી 9 મહિલાઓ અને 3 પુરુષ

મનપા વિસ્તારમાંથી નવા 12 કેસમાં સેક્ટર-22માંથી 31 વર્ષીય ગૃહિણી, 50 વર્ષીય ગૃહિણી, 21 વર્ષીય વિદ્યાર્થીની, સેક્ટર-28માંથી 55 વર્ષીય ગૃહિણી, 50 વર્ષીય આધેડ, સેક્ટર-7ના 33 વર્ષીય મહિલા ડીવાયએસઓ , સેક્ટર-27ના 39 વર્ષીય શિક્ષિકા, સેક્ટર-29નો 29 વર્ષીય યુવાન, સેક્ટર-20ની 40 વર્ષીય ગૃહિણી, સેક્ટર-24નો 40 વર્ષીય મિકેનિકલ, સેક્ટર-30ની 42 વર્ષીય શિક્ષિકા, સેક્ટર-5ની 53 વર્ષીય ગૃહિણી સંક્રમિત થઇ છે.

ગાંધીનગર અને માણસામાંથી 7 મહિલા અને 6 પુરુષ સહિત 13 સંક્રમિત
ગાંધીનગર તાલુકામાંથી નવા 12 કેસમાં સરગાસણમાંથી 58 વર્ષીય ગૃહિણી, 28 વર્ષીય ગૃહિણી, 30 વર્ષીય યુવાન, 29 વર્ષીય યુવાન, રાયસણમાંથી 27 વર્ષીય યુવાન, 26 વર્ષીય ગૃહિણી, ગીફ્ટસીટીમાંથી 25 વર્ષીય યુવાન, 25 વર્ષીય ગૃહિણી, વાવોલમાંથી 57 વર્ષીય આધેડ, 26 વર્ષીય વિદ્યાર્થી, 46 વર્ષીય ગૃહિણી, રાંધેજાની 52 વર્ષીય ગૃહિણી સંક્રમિત થઇ છે. જ્યારે માણસા તાલુકાના ખાટા આંબાની 62 વર્ષીય ગૃહિણી સંક્રમિત થઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો