તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:મંગ‌ળવારે વધુ 24 લોકોને કોરોના થયો : સતત બીજા દિવસે પણ એકપણ દર્દીનું મોત નહીં

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • વધુ 35 દર્દી સાજા થતાં કુલ 6510 વ્યક્તિ કોરોનાને હરાવવામાં સફળ રહી

જિલ્લામાં નવા 24 કેસ સાથે પોઝિટિવ આંકડો 7449 પહોંચ્યો છે. સંક્રમિત થનાર વ્યક્તિઓમાં 13 મહિલાઓ અને 11 પુરૂષોનો સમાવેશ થાય છે. તેમાં ગ્રામ્ય વિસ્તારના કુલ 13 કેસમાંથી 8 મહિલા અને 5 પુરૂષો જ્યારે મનપા વિસ્તારમાં 5 મહિલા અને 6 પુરૂષ દર્દીઓ છે. જ્યારે સતત બીજા દિવસે પણ કોરોનાથી એકપણ દર્દીનું મોત નહી થતાં મોતનો આંકડો 571 રહ્યો છે. સારવારને અંતે વધુ 35 દર્દીઓ સાજા થતાં કોરોનાથી મુક્ત થનારનો આંકડો 6510 પહોંચ્યો છે. કોરોનાથી સંક્રમિત થનાર વ્યક્તિઓમાં તબિબ, વિદ્યાર્થી, બેન્ક ઓફિસર, ક્લાસ-1 અધિકારી, વેપારી, ગૃહિણી સહિતનો સમાવેશ થાય છે. જિલ્લાના મનપા વિસ્તારમાંથી 11, ગાંધીનગર તાલુકામાંથી 6, માણસામાંથી 4, કલોલમાંથી 2 અને માણસામાંથી 1 કેસ નોંધાયો છે.

મનપા વિસ્તારમાંથી નવા 11 કેસ નોંધવામાં આવ્યા
મનપા વિસ્તારમાંથી નવા 11 કેસમાં સેક્ટર-23માંથી 26 વર્ષીય મહિલા બેન્ક કર્મચારી, 55 વર્ષીય આધેડ, સેક્ટર-1નો 35 વર્ષીય યુવાન, સેક્ટર-12ની મહિલા તબિબ, સેક્ટર-16ની 54 વર્ષીય ગૃહિણી, સેક્ટર-7ની 27 વર્ષીય યુવતી, સેક્ટર-6ના 54 વર્ષીય ક્લાસ-1 ઓફિસર, સેક્ટર-13ના 63 વર્ષીય મહિલા, સેક્ટર-2નો 42 વર્ષીય યુવાન, સેક્ટર-27ના 74 વર્ષીય વૃદ્ધ, સેક્ટર-26ના 66 વર્ષીય વૃદ્ધ સંક્રમિત થયા છે. કોરોનામાં સપડાયેલી વ્યક્તિના સંપર્કવાળા 45 વ્યક્તિઓને કોરન્ટાઇન કર્યા છે.

ગાંધીનગર તાલુકાના 6 અને દહેગામમાંથી વધુ 1 કેસ નોંધાયો
ગાંધીનગર તાલુકામાં કુડાસણમાંથી 55 વર્ષીય ગૃહિણી, 35 વર્ષીય યુવાન, મગોડીની 65 વર્ષીય ગૃહિણી, રાંધેજાના 47 વર્ષીય વેપારી, ધણપનો 22 વર્ષીય યુવાન, વાવોલની 50 વર્ષીય ગૃહિણી સંક્રમિત થઇ છે. જ્યારે દહેગામના ઉમેદપુરાની 30 વર્ષીય ગૃહિણી કોરોના થયો છે.

માણસા તાલુકાના 4,કલોલમાં 2 કેસ
માણસા તાલુકામાંથી નવા 4 કેસમાં પરબતપુરાની 37 વર્ષીય યુવતી, ખડાતની 45 વર્ષીય ગૃહિણી, લોદરાના 56 વર્ષીય આધેડ, માણેકપુરના 65 વર્ષીય વૃદ્ધ કોરોનામાં સપડાયા છે. કલોલ તાલુકાના બે કેસમાં નગરપાલિકા વિસ્તારની 20 વર્ષીય યુવતી, મોખાસણની 45 વર્ષીય મહિલા સંક્રમિત થઇ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો