તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીનગર:વિદેશ મોકલવાનું કહીં ઠગાઈ કરતી ગેંગનો વધુ 1 સભ્ય ઝબ્બે

છેતરપિંડીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અગાઉ 2 પકડાયા હતા, ગેંગ સામે 3 ફરિયાદ છે

ગુજરાત તથા રાજસ્થાનના વિવિધ જિલ્લાઓમાંથી લોકોને વિદેશમાં મોકલવાની લાલચ આપીને છેતરપિંડી કરતી ગેંગનો વધુ એક સભ્ય ઝડપાયો છે.

એલસીબી-2 પીઆઈ એચ. પી. ઝાલાના માર્ગદર્શનમાં ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હેડકોન્સ્ટેબલ મહિપાલસિંહ તથા કોન્સ્ટેબલ ભવાનસિંહને આરોપી અંગે બાતમી મળી હતી. જેમાં આધારે પોલીસે આરોપી અલીઅસગરખાન ઉર્ફે અલીભાઈ ઈમામખાન પઠાણ (રહે- રામ રહીમનો ટેકરો, બહેરામપુરા)ને અમદાવાદથી ઝડપી પાડ્યો હતો. સે-7 પોલીસ સ્ટેશનમાં ડિસેમ્બર-2019માં ફરિયાદ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. જે કેસમાં આરોપી 14 માસથી ફરાર હતો. અમદાવાદના વટવા ખાતે રહેતાં કુતુબરહેમાન અબ્દુલરહેમાન પઠાણનો સંપર્ક સિધ્ધપુર ખાતે ઈમરાનખાન મહેબુબખાન બલોચ સાથે થયો હતો અને તે વિદેશ મોકલવાનું કામ કરતાં હોવાથી તેમની સે-11ની ઓફીસ ખાતે તે અને તેમના સાળા મહોમંદ આરીફ ગુલાબ રસુલ શેખ ગયા હતા જયાં ન્યુઝીલેન્ડ ખાતે મોકલી આપવાના એક વ્યક્તિ દીઠ3-3 લાખ રૂપિયા નક્કી થયા હતા અને જે પેટે કુતુબ રહેમાન પાસેથી 1.69 લાખ અને મહોમંદ આરીફ પાસેથી 2.20 લાખ મેળવી વિઝા નહીં અપાવી પાસપોર્ટ પણ પરત નહોતો કર્યો.

આ ગેંગ સામે સે-21, સે-7 અને ઈન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના ગુના દાખલ થયેલા છે. જેમાં અગાઉ ગેંગના બે સભ્યો પકડાઈ ચૂક્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો