તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાહેરનામું:બેનામી ચોપાનિયાં-ભીંતપત્રો છાપવા સામે પ્રતિબંધ મુકાયો

ગાંધીનગર7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું, મુદ્રક-પ્રકાશકના નામ સ્પષ્ટ પણે દર્શાવવાના રહેશે

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી 18 એપ્રિલના રોજ યોજાશે ત્યારે પ્રચાર માટે ચૂંટણીને લગતા ચોપાનિયા, ભીતપત્રો વગેરેના મુદ્રણ અને પ્રકાશન માટે કોઇપણ વ્યક્તિ જેના પર તેના મુદ્રણ અને પ્રકાશનના નામો તથા સરનામા ન હોય તેવા ચૂંટણીને લગતા ચોપાનીયા કે ભીંત પત્રો વગેરે છાપી કે પ્રસિધ્ધ કરી શકાશે નહીં. તેમજ પ્રકાશકની ઓળખ અંગેના એકરારની 2 નકલ મુદ્રકને આપ્યા સિવાય કોઇપણ વ્યક્તિ ચૂંટણીને લગતા ચોપાનીયા, ભીંતપત્રો કે અન્ય સામગ્રી છાપી શકશે નહીં કે છપાવવાની વ્યવસ્થા કરી શકશે નહીં, આ અંગે જાહેરનામું બહાર પડાયું છે.

ચૂંટણીને લગતા ચોપાનીયા, ભીંતપત્રો કે અન્ય સામગ્રીનું છાપકામ કરવામાં આવે ત્યારે મુદ્રક પંક્તિમાં મુદ્રક અને પ્રકાશકના નામ અને સરનામા સ્પષ્ટ પણે અવશ્ય દર્શાવવાના રહેશે. આ સાથે મુદ્રણ હાથ ધરતાં પહેલા ઉક્ત કલમ–127(ક)(2)ની જોગવાઇઓ મુજબ મુદ્રકે રાજય ચૂંટણી આયોગ દ્વારા નક્કી થયેલા આ સાથેના જોડાણ(ક) મુજબના ઠરેલ નમૂનામાં પ્રકાશક પાસેથી એકરારપત્ર 2 નકલમાં મેળવવાના રહેશે. આ એકરાર પત્ર ઉપર પ્રકાશકની તેમજ પ્રકાશકને અંગત રીતે ઓળખતી હોય તેવી 2 વ્યક્તિની શાખ તરીકે સહીઓ કરવાની રહેશે. મુદ્રકે પણ તે અધિકૃત કર્યા બદલ સહી કરી મુદ્રિત સામગ્રીની 3 નકલો સાથે એકરારપત્રની 1 નકલ 3 દિવસમાં ચૂંટણી શાખામાં મોકલી આપવાની રહેશે.

મુદ્રકે તેના છાપેલા ચૂંટણીના દરેક ચોપાનીયા, ભીતપત્રો વગેરેની બાબતમાં આવા દરેક દસ્તાવેજના મુદ્રણના 3 દિવસની અંદર આવી માહિતી સંયુક્ત રીતે નહીં પણ અલગ-અલગ રીતે ચૂંટણી શાખાને રજૂ કરવાની રહેશે. આ સૂચનાઓનું દરેક મુદ્રકે ચુસ્ત રીતે પાલન કરવાનું રહેશે જો ભંગ થશે તો 6 માસની સજા કે 2 હજાર દંડ અથવા બંને સજાને પાત્ર રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો