ચૂંટણી સુધી બુલડોઝર નહીં:હાઉસિંગ બોર્ડનાં મકાનોના ગેરકાયદે બાંધકામો તોડી પાડવાની કામગીરી સ્થગિત કરવાની જાહેરાત

ગાંધીનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ગૃહમંત્રી અમિત શાહ અને સીએમ ભુપેન્દ્ર પટેલની સૂચના બાદ નિર્ણય

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં હાઉસિંગ બોર્ડની વસાહતમાં વસાહતીઓ દ્વારા કરવામાં આવેલા વધારાના ગેરકાયદે બાંધકામો તોડી પાડવા અંગે હાઉસિંગ બોર્ડ દ્વારા જાહેર સૂચના આપ્યા બાદ બાંધકામ તોડી પાડવાની ઝૂંબેશ માટેની કવાયત હાથ ધરી હતી પરંતુ ચૂંટણી ટાણે હજારો નાગરિકોના મકાન પર બુલડોઝર ફેરવવાના આ નિર્ણય સામે દિલ્હી સુધી ફરિયાદો પહોંચતા આખરે હાઉસિંગ બોર્ડને આ નિર્ણય સ્થગિત કરવાની ફરજ પડી છે.

અમદાવાદ સહિત મોટાભાગની હાઉસિંગ બોર્ડની વસાહતોમાં ગેરકાયદે બાંધકામનો પ્રશ્ન વર્ષો જૂનો છે. હાઉસિંગ બોર્ડ દ્વારા તાજેતરમાં વસાહતીઓને તેમણે કરેલા વધારાના બાંધકામો તાત્કાલિક દૂર કરવા અન્યથા બોર્ડ દ્વારા તોડી પાડવામાં આવશે તેવી નોટીસ આપી હતી. હાઉસિંગ વસાહતોમાં મોટાપાયે તોડફોડ હાથ ધરવા હાઉસિંગ બોર્ડ દ્વારા ઝૂંબેશ ચલાવવાની કવાયત પણ શરૂ કરવામાં આવી હતી. પરંતુ આ ઝૂંબેશ શરૂ થાય તે પહેલા જ ઉચ્ચકક્ષાએથી રોકી દેવામાં આવી છે. નાગરિકો દ્વારા હાઉસિંગ બોર્ડના નિર્ણય સામે વિવિધ કક્ષાએ રજૂઆતો કરી હતી. આ રજૂઆતોના પગલે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ વસાહતીઓને હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાઉસિંગ બોર્ડને સૂચના આપી હતી કે હાઉસિંગ વસાહતો કે સંબંધિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની પરવાનગી વિના મકાનમાલિકો- મકાનધારકો દ્વારા કરવામાં આવેલા અનઅધિકૃત બાંધકામ અંગેની હવે પછીની કોઇપણ કાર્યવાહી સમગ્ર સ્થિતિનો અભ્યાસ અને ઉચ્ચસ્તરીય સમિક્ષા બાદ જ હાથ ધરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...