ખેડુતોને સુચના:અન્ય જિલ્લામાંથી પશુની ખરીદી નહીં કરવા પશુપાલન ખાતાની અપીલ

ગાંધીનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માણસા તાલુકામાં દેખાયેલા લમ્પી વાયરસને પગલે
  • રાજ્યભરમાં​​​​​​​ પશુની ખરીદી ઉપર પ્રતિબંધ મુકવા માગ

લમ્પી વાયરસનું સંક્રમણ ફેલાય નહી તે માટે અન્ય જિલ્લાઓમાંથી પશુઓની ખરીદી નહી કરવા જિલ્લાના ખેડુતોને સુચના આપી છે. ઉપરાંત રાજ્ય સરકારે પણ આંતર જિલ્લામાં થતી પશુની ખરીદી તેમજ હેરાફેરી ઉપર હાલ પુરતો પ્રતિબંધ મુકવાની પણ માંગણી કરી હોવાનું જિલ્લા પશુપાલન અધિકારીએ જણાવ્યું છે.સોલૈયા ગામમાં બે ગાયોમાં લમ્પી વાયરસના લક્ષણો જોવા મળ્યા છે. ત્યારે લમ્પી વાયરસને લઇને જિલ્લા પશુપાલન વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું છે.

જિલ્લામાં લમ્પી વાયરસના કેસો નોંધાય નહી તે માટે જિલ્લાના તમામ પશુ ચિકિત્સકોને તાબાના ગામોના પશુપાલકોને હાલ પુરતા અન્ય જિલ્લામાંથી પશુઓની ખરીદી અને વેચાણની કામગીરી નહી કરવાની સુચના આપવાનો જિલ્લા પશુપાલન અધિકારી ડો.સુરેશ પટેલે આદેશ કર્યો છે. ઉપરાંત લમ્પી વાયરસના વધતા જતા કેસોને પગલે રાજ્ય સરકારે કામચલાઉ માટે અન્ય જિલ્લાઓ કે રાજ્યોમાંથી પશુઓની ખરીદી અને વેચાણ તેમજ હેરાફેરી ઉપર પ્રતિબંધ મુકવાની માંગણી કરી હોવાનું જિલ્લા પશુપાલન અધિકારીએ જણાવ્યું છે.

લમ્પી વાયરસના લક્ષણો
લમ્પી વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે પશુઓમાં કેવા પ્રકારના લક્ષણો જોવા મળે તે અંગે જિલ્લા પશુપાલન અધિકારીએ જણાવ્યું છે કે પશુને તાવ આવે, વજન ઘટે, લસીકા ગ્રંથીનો સોજો, ચામડીમાં અને મોંની ગ્રંથીમાં સોજો, ગુમડા થાય અને ખરી પડે છે. આ રોગ લોહી પીતા પરોપજીવીથી ફેલાય છે. ઉપરાંત ગાંઠોમાં ઘણીવાર રસી થાય અને ચાંદા પણ થાય છે.

અન્ય સમાચારો પણ છે...