તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નારાજગી:સાતમ-આઠમના તહેવારે ધો.-3થી 5ના શિક્ષકોની તાલીમ રખાતાં રોષ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષક સંઘની તારીખ બદલવા રજૂઆત
  • તાલીમની તારીખ સાતમ-આઠમના તહેવારો પછી રાખ‌વા શિક્ષક સંઘની માગણી

શિક્ષણ વિભાગે ધોરણ-3થી 5ના ભાષા શિક્ષકોની તાલીમનું આયોજન 26મીથી 28મી ઓગસ્ટ દરમિયાન એટલે કે સાતમ-આઠમની રજાઓમાં કરાતા શિક્ષકોમાં રોષ ઉઠવા પામ્યો છે. તહેવારોને ધ્યાનમાં રાખીને તાલીમની તારીખો બદલવાની માંગણી સાથે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે જીસીઇઆરટીના નિયામકને રજૂઆત કરી છે.

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની રજાઓની યાદી જાહેર કરાય છે. ઉપરાંત આખા વર્ષનું શૈક્ષણિક આયોજન પણ શિક્ષણ વિભાગ દ્વારા કરાય છે. તેમ છતાં શિક્ષકોની તાલીમના આયોજનમાં જાણે કોઇ જ બાબતનો અભ્યાસ કર્યા વિના જ કરાતું હોય તેમ શિક્ષક આલમમાં જોવા મળતી ચર્ચા ઉપરથી લાગી રહ્યું છે. રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા અને મહામંત્રી સતીષ પટેલે જણાવ્યું છે કે સાતમ-આઠમની રજાઓમાં ધોરણ-3થી 5ના ભાષા શિક્ષકો માટે યોજવામાં આવનાર તાલીમની તારીખો બદલવાની માંગણી સાથે શિક્ષક સંઘે જીસીઇઆરટીના નિયામકને લેખિત રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...