આક્રોશ:લેબોરેટરી ટેક્નિશિયન અને આસિ.ની ભરતી થયાને 8 વર્ષ થવા છતાં કાયમી ન કરાતાં રોષ

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કર્મીઓની અનેક લેખિત, મૌખિક રજૂઆત છતાં કાર્યવાહી કરાતી નથી

રાજ્યની હોસ્પિટલ, મેડિકલ કોલેજ અને આરોગ્ય કેન્દ્રોમાં લેબટેકનિશીયન અને લેબોરેટરી આસિસ્ટન્ટની 451 જગ્યાઓ વર્ષ-2013-14માં ભરી હતી. જેમને 5 વર્ષ થવા છતાં કર્મચારીઓને હજુ સુધી પુરા પગારનો લાભ નહી અપાતા ગાંધીનગર ખાતે ઉમટી પડ્યા હતા. જોકે કર્મચારીઓ રજુઆત કે વિરોધ કાર્યક્રમ કરે તે પહેલાં પોલીસે અટકાયત કરી હતી.

રાજ્ય સરકારના આરોગ્ય સેવા અને તબિબિ શિક્ષણ સર્વિસિસ એન્ડ હેલ્થ વિભાગ દ્વારા રાજ્યભરની સરકારી હોસ્પિટલો, સરકારી અને જીએમઇઆરએસ મેડિકલ કોલેજો અને સામુહિક તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ખાલી પડેલી લેબ ટેકનિશીયન અને લેબ આસિસ્ટન્ટની કુલ 451 જગ્યાઓ વર્ષ-2012-13માં કરવામાં આવી હતી. ઓજસ ભરતી કમિટી દ્વારા ભરતીને પગલે નિયત કરેલી લાયકાત તેમજ પરીક્ષા બાદ વર્ષ-2013 અને વર્ષ-2014માં એમ બે રાઉન્ડમાં કુલ 451 લેબ ટેકનિશીયન અને લેબ આસિસ્ટન્ટને ઓર્ડર આપ્યા હતા. ઓર્ડરમાં 5 વર્ષ સુધી નિયત કરેલો ફિક્સ પગાર આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ફિક્સ પગારના પાંચ વર્ષ પૂર્ણ થતાં લેબ ટેકનિશીયન અને લેબ આસિસ્ટન્ટ કર્મચારીઓના પ્રમાણપત્રોની પુન:ચકાસણી પણ કરવામાં આવી હતી. તેમ છતાં પુરા પગારનો લાભથી વંચિત રાખવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્મચારીઓએ કર્યો છે. પુરા પગારનો લાભ આપવા માટે પાંચ પાંચ વખત લેખિત તેમજ મૌખિક રજુઆત કરવા છતાં આરોગ્ય વિભાગ દ્વારા કોઇ જ નિર્ણય નહી લઇને કર્મચારીઓને આર્થિક અન્યાય કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ કર્મચારીઓએ કર્યો છે. કર્મચારીઓની રજુઆત કરવા છતાં પુરા પગારનો લાભ આપવામાં આરોગ્ય વિભાગે ઠાગા ઠૈયા કરતા ઉમેદવારો ગાંધીનગર ગયા હતા. જોકે કર્મચારીઓ વિરોધ કાર્યક્રમ કે આવેદનઆપે તે પહેલાં પોલીસે અટકાયત કરીને સાંજે છોડી મુકાયા હોવાનું કર્મચારીઓએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...