રસ્તો ખોલવા માંગ:ચ 0થી કોબા રોડ ઉપરના કટ બંધ કરાતા સ્થાનિક વાહનચાલકોમાં રોષ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાતનાં પ્રથમ ગોકુળિયા ગામમાં જવાનો માર્ગ બંધ કરી દેવામા આવતા રાહદારીઓ પરેશાન, રસ્તો ખોલવા માંગ ઉઠી

ચ 0થી કોબા સુધીના રોડ ઉપર આવતા ગામના પ્રવેશ દ્વાર બંધ કરી દેવામા આવ્યા છે. ગોકુળિયા ગામમા મેઇન રોડ ઉપરથી જવાનો રસ્તો બંધ કરી દેવાયો છે. તેની સામે સર્વિસ રોડ ઉપરથી જ્યા નાની ચોકડી પડે છે, ત્યાથી એન્ટ્રી અપાઈ છે. જેને લઇને સ્થાનિક ગ્રામજનોમા રોષ જોવા મળી રહ્યો છે અને માંગ કરી રહ્યા છેકે, રસ્તા ખોલવામા આવવા જોઇએ.

પાટનગરના ચ રોડથી કોબા સુધી સુધીના માર્ગે ઉપર અનેક સોસાયટી આવેલી છે. તે ઉપરાંત રાયસણ, રાંદેસણ જેવા ગામ આવેલા છે. ત્યારે આ ગામમા જવાના મુખ્ય માર્ગને બંધ કરી દેવામા આવ્યા છે. જ્યારે ધોળેશ્વર મંદિર તરફ જવાનો રસ્તો ખુલ્લો રાખવામા આવ્યો છે. તે ઉપરાંતના તમામ રસ્તો બંધ કરી દેવાયા છે. જ્યારે તે જગ્યાએ સીધી ફૂટપાથ બનાવી દેવામા આવી છે. ત્યારે આ બાબતે સ્થાનિક સોસાયટીના રહિશો અને ગામમા રહેતા નાગરિકો દ્વારા રસ્તો ખોલવા માટે માંગ કરવામા આવી રહી છે.

સ્થાનિક વાહન ચાલકો, વેપારીઓ અને ગ્રામજનોએ કહ્યુ હતુ કે, ચ 0થી કોબા સર્કલ સુધી ડાબી બાજુમા પ્રવેશતા રસ્તા બંધ કરી દેવાયા છે. એકા એક મુખ્ય રસ્તાથી ગામમા પ્રવેશતા રસ્તા બંધ કરી દેવાતા અમારે ઓછામા ઓછુ અડધો કિલોમીટરનુ અંતર ફરીને જવુ પડી રહ્યુ છે. ગુજરાતના પ્રથમ ગોકુળીયા ગામ રાયસણમા જવાનો રસ્તો પણ બંધ કરી દેવામા આવ્યો છે.

તમામ ગામમા અને રસ્તા ઉપર જવા માટે સર્વિસ રોડનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. જેને લઇને આસપાસમાં રહેતા અને અવરજવર કરતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ દ્વારા કોઇ પણ લોકોને જાણ કર્યા વિના રસ્તો બંધ કરી દેવાયો છે.

અન્ય સમાચારો પણ છે...