આદેશો તાત્કાલિક બંધ કરવા માગણી​​​​​​​:માગણીને લઈને આંગણવાડી મહિલા કર્મચારીઓ મેદાનમાં ઊતરી, ધરણાં પર બેઠી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આંગણવાડીની મહિલા કર્મચારીઓ ધરણા ઉપર બેઠી હતી. - Divya Bhaskar
આંગણવાડીની મહિલા કર્મચારીઓ ધરણા ઉપર બેઠી હતી.
  • અન્ય વિભાગના અધિકારીઓ દ્વારા આંગણવાડીના કર્મચારીઓને સોંપવામાં આવતી કામગીરીના આદેશો તાત્કાલિક અસરથી બંધ કરવા કરવાની માગણી સાથે આવેદન આપ્યું​​​​​​​

રાજ્યભરની આંગણવાડીની મહિલા કર્મચારીઓના પ્રશ્નો નહીં ઉકેલાતા તેઓ હવે આંગણવાડીને છોડી મેદાન ઉપર ઉતરી છે. પોતાના પડતર પ્રશ્નોને ઉકેલની માગણી સાથે આંગણવાડીના મહિલા કર્મચારીઓએ મહિલા અને બાળ વિકાસ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું છે. વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ રાજ્ય સરકારની સરકારી કચેરીઓના કર્મચારીઓના પોતાના પ્રશ્નો ઉકેલવા માટે આંદોલન, હડતાલ, રેલી અને ધરણાં સહિતનું શસ્ત્ર ઉગામી રહ્યા છે. ત્યારે હવે આંગણવાડીનો કર્મચારીઓ પણ પોતાના પ્રશ્નો ઉકેલવા માટે મેદાન ઉપર ઉતર્યા છે.

આંગણવાડીના કર્મચારીઓની માંગણીઓમાં વર્તમાન મોંઘવારીની ધ્યાનમાં રાખી દર મહિને 18000 થી 22 હજાર રૂપિયાનું માસિક વેતન આપવું. આંગણવાડીના મહિલા કર્મચારીઓને કાયમી કરી સરકારી કર્મચારી તરીકે જાહેર કરવા. આંગણવાડી નો સમય સવારે 10 થી બપોરે ચારનો કરવામાં આવે. આંગણવાડીની તેડાગર કર્મચારીઓને કાર્યકરનું તેમજ કાર્યકર કર્મચારીઓને મુખ્ય સેવકની નામ નિયુક્ત મર્યાદાને દૂર કરવામાં આવે તેવી માંગણીઓ આંગણવાડીના મહિલા કર્મચારીઓમાં ઊઠવા પામી છે.

આંગણવાડી મહિલા કર્મચારીઓની નિમણૂંકની મર્યાદા 45નો આદેશ રદ કરવો. મહિલા અને બાળ વિકાસ વિભાગના નિયામકના ગત વર્ષ-2017-18ના આદેશ તેમજ ગાઈડલાઈન મુજબ આંગણવાડીના કર્મચારીઓને આઇસીડીએસ સિવાયની અન્ય કામગીરી આપવી નહીં. આદેશ હોવા છતાં અન્ય વિભાગના અધિકારીઓ દ્વારા આંગણવાડીના કર્મચારીઓને સોંપવામાં આવતી કામગીરીના આદેશો તાત્કાલિક અસરથી બંધ કરવા સહિતની માંગણીઓ સાથે મહિલાને બાળ વિકાસ કમિશનને લેખિતમાં આવેદનપત્ર આપ્યું હોવાનું આંગણવાડી મહિલા કર્મચારીઓએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...