જીવલેણ અકસ્માત:ગાંધીનગરના ઝુંડાલ સર્કલ નજીક અજાણ્યા વાહને રીક્ષાને ટક્કર મારી, ગંભીરઈજા પહોંચતા ચાલકનું મોત

ગાંધીનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગરના ઝુંડાલ સર્કલ નજીક અજાણ્યા વાહને રીક્ષાને ટક્કર મારી હતી. જેથી અકસ્માત થતા રીક્ષા ચાલક ઈજાગ્રસ્ત થયો હતો. જેનું ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજતા અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ​​​​​​​ગાંધીનગરનાં તારાપુર ગામે રહેતાં વિજયજી બાબુજી ઠાકોરના કુટુંબી ભાઇ ગાભુસિંહ મરઘાજી ઠાકોર રાણીપ ખાતે પ્રાઈવેટ નોકરી કરતો હતો. જે તારાપુરથી રાણીપ પોતાની રીક્ષા લઈને નોકરી ઉપર આવજા કરતો હતો. ગઈકાલે રાતના સમયે વિજયજી ઘરે હાજર હતા. તે દરમ્યાન વિજયજીના મિત્રનો અડાલજથી ફોન આવેલો કે ઝુંડાલ સર્કલથી અડાલજ બાલાપીર તરફ આવતા રોડ ઉપર સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં તેમના કુટુંબી ભાઇ ગાભુસિંહ મરઘાજી ઠાકોરની રીક્ષાને અકસ્માત થયેલો છે. જેને 108 મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.

આથી વિજયજી અકસ્માત વાળી જગ્યાએ ગયા હતા. જ્યાં જોયેલ તો રીક્ષાને અકસ્માત થતાં નુકસાન થયેલ હતુ અને કાચ તૂટી જવાથી રોડ ઉપર કાચ વેરણ છેરણ હાલતમાં પડ્યા હતા. તે પછી વિજયજી સહિતના લોકો સિવિલ દોડી ગયા હતા. સિવિલમાં ગાભુસિંહની બેભાન અવસ્થામાં સારવાર ચાલી રહી હતી અને ટૂંકી સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું હતું. આ અંગે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...