તપાસ:અડાલજમાં સસ્તો તેલનો ડબો લેવા જતા વૃદ્ધે બાઇક ગુમાવ્યુ

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેનાલ પર લઇ ગયા બાદ ‘2 મિનિટમાં આવુ છુ ’ કહીને યુવક વાહન લઇ પલાયન થઈ ગયો હતો

અડાલજમા રહેતા વૃદ્ધને અડધી કિંમતમા તેલના ડબ્બો લેવા જતા બાઇક ગુમાવવાનો વારો આવ્યો છે. ઘરેથી બાઇક લઇને નિકળ્યા બાદ અજાણ્યા વ્યક્તિની વાતોમા આવીને નર્મદા બ્રિજ તરફ ગયા હતા. જ્યાંથી અજાણ્યા શખ્સે વૃદ્ધને ઉભા રાખી કહ્યુ હુ બે મિનિટમા આવુ છુ કહીને બાઇક લઇને ફરાર થઇ ગયો હતો. જેને લઇને અડાલજ પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી મુજબ બાબુજી શકરાજી ઠાકોર (રહે, શિવપુરી હુડકો, અડાલજ) ડ્રાઇવીંગ કરીને ગુજરાન ચલાવી રહ્યો છે.

ત્યારે ગત 9મીના રોજ તેમના પિતા સવારના સમયે દિકરા પાસે ગયા હતા અને કહ્યુ હતુ કે, મારે તેલનો ડબો લેવા જવાનુ છે, જેથી તારા બાઇકની ચાવી આપ. દિકરા બાબુજીએ તેના બાઇક લઇને પિતા શકરાજી અજાણ્યા યુવક પાસે અડધી કિંમતે તેલનો ડબો લેવા જવા નિકળ્યા હતા. ગાંધીનગર સરખેજ હાઇવે ઉપર આવેલી નર્મદા કેનાલના બ્રિજ ઉપર શકરાજીને ઉતાર્યા હતા અને કહ્યુ હતુ કે, તમે અહિંયા બે મિનિટ ઉભા રહો, હુ બે મિનિટમા આવુ છુ.

અજાણ્યો યુવક બે નહિ બાર મિનિટ થવા છતા તેલના ડબા લઇને અજાણ્યો શખ્સ આવ્યો ન હતો. આસપાસમા સગા સબંધીઓ દ્વારા અને ગામ લોકોએ પણ તેની શોધખોળ કરી હતી. પરંતુ કયાંય પતો નહિ લાગતા અડાલજ પોલીસ મથકમા બાઇક ચોરીની ફરિયાદ નોંધાવતા તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...