તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ચિલોડા-નરોડા હાઈવે પર ટ્રક નીચે આવી જતાં વૃદ્ધાનું ઘટના સ્થળે મોત

ગાંધીનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઘરે જતાં અમદાવાદના દંપતીને અકસ્માત નડ્યો

ચિલોડાથી નરોડા જતા નેશનલ હાઈવે પર લવારપુર બ્રીજ પાસે ડમ્પરે બાઈકને ટક્કર મારતા વૃદ્ધાનું મોત થયું છે. મળેલી માહિતી પ્રમાણે મૂળ સાબરકાંઠાના સોનાસણ વતની રમેશભાઈ સોમાભાઈ વાણીયા (64 વર્ષ, રહે-જય રઘુવીર સોસાયટી) અમદાવાદ સૈજપુર બોઘા ખાતે રહે છે. 28 નવેમ્બરના રોજ તેઓ પત્ની હંસાબેન (68 વર્ષ) સાથે વતન ગયા હતા. રવિવારે સાંજે ચાર વાગ્યાના સુમારે તેઓ બાઈક લઈને વતનથી અમદાવાદ આવવા નીકળ્યા હતા. સાડ પાંચેક વાગ્યાના સુમારે તેઓ મોટા ચિલોડાથી નરોડા હાઈવે રોડ પર પસાર થતા હતા. આ વખતે લવારપુર બ્રીજ પર પડેલ બેરીકેટ ઓળંગીને તેઓ આગળ જવા બાઈક વાળેલ તે સમયે મોટા ચિલોડા તરફથી આવતા ડમ્પરે બાઈકને ટક્કર મારી હતી.

જેમાં દંપતિ રોડ પર પટકાયું હતું, જેમાં વૃદ્ધાના મોઢા અને છાતી પર થઈને ડમ્પર નીકળી ગયું હતું. જ્યારે રમેશભાઈને હાથ અને માથાના ભાગે ઈજાઓ થઈ થઈ હતી. 108ના સ્ટાફે હંસાબેનને મૃત જાહેર કર્યા હતા. પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો