અકસ્માત:ગાંધીનગરમાં નિત્યક્રમ મુજબ જમ્યા પછી સાઇકલ લઈને આંટો મારવા નીકળેલા વૃદ્ધનું અજાણ્યા વાહનની ટક્કરથી મોત

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગલુંદણ પાટીયા નજીક અજાણ્યો વાહન ચાલક અકસ્માત કરી નાસી ગયો

દહેગામ- નરોડા હાઇવે રોડ ગલુંદણ પાટીયા નજીકથી ગઈકાલે રાત્રે નિત્યક્રમ મુજબ જમ્યા પછી સાઇકલ લઇને આંટો મારવા નીકળેલા સોનારડા ગામના વૃદ્ધનું અજાણ્યા વાહનની અડફેટથી ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. આ અકસ્માત કરી નાસી નાસી જનાર અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ડભોડા પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

ગાંધીનગરનાં સોનારડા ગામે રહેતા દિનેશ ભાઈ શકરાભાઈ વાઘેલાનાં પરિવારમાં પત્ની વિમળાબેન તેમજ ત્રણ સંતાનો પૈકી દીકરી રેણુકા તેમજ પુત્ર પ્રકાશ અને યોગેશ છે. નિત્યક્રમ મુજબ દિનેશભાઈ ગઇકાલે રાત્રીના સમયે જમ્યા બાદ સાઇકલ લઈને સોનારડા ગામ થી ગલુદણ પાટીયા સુધી આટો મારવા માટે નીકળ્યા હતા.

રાત્રિના સમયે સવારે નવેક વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા વાહનચાલકે પોતાનું વાહન પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી ને સાઇકલને અડફેટમાં મારી નાસી ગયો હતો આ અકસ્માત સર્જાતા દિનેશભાઈ સાઇકલ પરથી ઊછળીને રોડ પર પટકાયા હતા. જેનાં કારણે તેમને માથામાં તેમજ શરીરે ગંભીર ઈજાઓ થતાં સ્થળ પર જ મૃત્યુ થયું હતું. અકસ્માતના પગલે મોટી સંખ્યામાં વાહન ચાલકો એકઠા થઈ ગયા હતા.

પિતાને અકસ્માત થયો હોવાની જાણ થતાં જ પ્રકાશભાઈ પરિવારના સભ્યો સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યાં રોડ પર પિતાને મરણ ગયેલી હાલતમાં જોઈ પરિવાર પર આભ તૂટી પડયું હતું.

બાદમાં દિનેશભાઈને 108 એમ્બ્યુલન્સ મારફતે દહેગામ સરકારી દવાખાનામાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે પણ તેઓને મૃત જાહેર કર્યા હતા. અકસ્માતના પગલે ડભોડા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...