તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગુજરાત વીજ નિયમન પંચે (GERC) રાજ્યની સરકાર હસ્તકની યુજીવીસીએલ સિવાયની ત્રણ વીજ વિતરણ કંપનીઓ અને સુરતમાં કાર્યરત ટોરેન્ટ પાવર લિમિટેડને વીજ ખરીદી માટેના ખર્ચમાં પ્રતિ યુનિટ 18 પૈસાનો વધારો મંજૂર કર્યો છે. આ અગાઉ 2020-21ના વર્ષ માટે મંજૂર કરાયેલાં ભાવને બદલે હવે 2021-22ના પ્રથમ ક્વાર્ટર માટે આ વધારો લાગુ કરાયો છે. આ સાથે જો કે GERCએ સરકાર હસ્તકની ચાર વીજ કંપનીઓના ફ્યુઅલ પ્રાઇસ પર્ચેસ એડજસ્ટમેન્ટ (FPPPA)ચાર્જમાં 21 પૈસાનો વધારો કર્યો છે.
ગાંધીનગરમાં આચારસંહિતા હોવાથી લાગુ નહીં પડે
જોકે આ 21 પૈસાનું ભારણ ગ્રાહકો માથે જ આવશે તેવું સરકારના સૂત્રો કહે છે. આ ઉપરાંત હાલ ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીને લઇને આચારસંહિતા અમલમાં હોવાથી આ વિસ્તારમાં વીજ પૂરવઠો આપતી યુજીવીસીએલ અને ટોરેન્ટ પાવર-અમદાવાદ-ગાંધીનગરને આ વીજ ખરીદીનો ખર્ચ વધારી આપ્યો નથી. પરંતુ ચૂંટણી બાદ આ નિર્ણય લેવાશે અને અમદાવાદ ગાંધીનગર ઉપરાંત ઉત્તર ગુજરાત વીજ કંપનીના ગ્રાહકોને માથે પણ આ ભાવ વધારો ઝીંકાશે તેવું સૂત્રો જણાવે છે.
વીજ બિલમાં કોઈ વધારો થશે નહીં
જર્કની સ્પષ્ટતા પ્રમાણે એફપીપીપીએ ચાર્જ માટે પુન: પ્રાપ્તિ પદ્ધતિમાં કોઈ ફેરફાર થયો નથી, તેથી રાજયના હસ્તક વિજ વિતરણ માલિકીના ગ્રાહકોના વીજ બિલમાં કોઈ વધારો થશે નહીં, તેવી સ્પષ્ટતા કરી છે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.