તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાંધીનગર:આજે મુખ્યમંત્રી નિવાસ્થાને વિધાનસભા સત્ર અંગે મહત્વની બેઠક, સ્કૂલ-કોલેજ સહિતના મુદ્દાઓ પર ચર્ચા થશે

ગાંધીનગર10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સવારે 11:30 કલાકે યોજાનારી આ બેઠકમાં તમામ કેબિનેટ મંત્રીઓ હાજર રહેશે

આજે વિધાનસભા સત્રને લઈને મુખ્યમંત્રી નિવાસ્થાને વિજય રૂપાણીની અધક્ષતા હેઠળ એક મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે. સવારે 11:30 કલાકે યોજાનારી આ બેઠકમાં તમામ કેબિનેટ મંત્રીઓ હાજર રહેશે. આ બેઠકમાં મુખ્યમંત્રી 7 જેટલા સુધારા વિધેયક મુદ્દે ચર્ચા કરશે. તેમજ વિધાનસભા સત્રના કેટલાક મહત્વના મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે. રાજ્યમાં કોરોનાની સ્થિતિ તેમજ સ્કૂલ-કોલેજ સહિતના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવશે.

5 દિવસના ટૂંકા સત્રમાં 24 જેટલા વિધેયકો રજૂ થશે
ઉલ્લેખનીય છેકે, કોરોના સંક્રમણ વચ્ચે ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આગામી 21 સપ્ટેમ્બરથી યોજાશે. રાજ્યમાં કોરોનાના કેસો આવવાની શરૂઆત થઇ ત્યારે વિધાનસભા બજેટ સત્ર સ્થગિત કરાયું હતું ત્યારે હાલમાં કેસોની સંખ્યા 1 લાખનો આંક વટાવી ગઇ છે ત્યારે કોવિડ પ્રોટોકોલને અનુસરીને સંપૂર્ણ તકેદારી સાથે ચોમાસુ સત્રનું આયોજન કરાયું છે. 5 દિવસના આ ટૂંકા સત્રમાં 24 જેટલા વિધેયકો રજૂ થશે. જ્યારે સમય મર્યાદાને કારણે પ્રશ્નોત્તરી કાળ રદ કરાયો છે.

પદાધિકારીઓ-ધારાસભ્યોના પગાર ઘટાડાથી રૂા.6 કરોડથી વધુની બચત
તાજેતરમાં ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, મંત્રીમંડળના તમામ સભ્યો, ધારાસભ્યો અને અધિકારીઓનો પણ કોરોનાનો ટેસ્ટ કર્યા બાદ વિધાનસભામાં પ્રવેશ આપવાનો નિર્ણય અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યો છે. વિશ્વૈક મહામારી કોરોના સંદર્ભે રાજ્ય સરકારે ધારાસભ્યો, મંત્રીઓ, વિપક્ષના નેતા અને વિધાનસભાના અધ્યક્ષના પ્રવર્તમાન મૂળ પગારમાં 1 એપ્રિલ થી 31 માર્ચ 2021 સુધી એક વર્ષના સમયગાળા માટે 30 ટકા કાપ મુકવાનો અગાઉ નિર્ણય કર્યો હતો. જે અંગે એપ્રિલ, 2020માં વટ હુકમ બહાર પાડી તેનું અમલીકરણ કરવામાં આવ્યું છે. આ સંદર્ભે આગામી વિધાનસભા સત્રમાં આ અંગેનું વિધેયક લાવવામાં આવશે. આ નિર્ણયથી પદાધિકારીઓ અને ધારાસભ્યોના પગારમાં ઘટાડો થતા એક વર્ષના ગાળામાં અંદાજે રૂા. 6 કરોડ 27 લાખની બચત થશે. જે રકમ કોરોના સામેની લડતના ખર્ચ માટે વાપરી શકાશે.

વટહુકમ બહાર પાડી અમલવારી શરૂ કરી છે
મંત્રી જાડેજાએ ઉમેર્યું કે કોરોના મહામારીના સંદર્ભમાં નાણાકીય ખર્ચમાં બચત થાય તે ઉદ્દેશથી રાજ્ય સરકારે અનેકવિધ પગલા લીધા છે. ત્યારે કેટલાક ધારાસભ્યો અને પદાધિકારીઓ દ્વારા વ્યક્તિગત રીતે રાજ્ય સરકારને નાણાકીય મદદ કરવા માટે તત્પરતા દર્શાવાયેલી હતી. આ અંગે એક સમાન નીતિ અખત્યાર કરવાના હેતુથી રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે ધારાસભ્યો અને પદાધિકારીઓના મુળ પગારમાં 30 ટકાનો કાપ એપ્રિલ, 2020થી એક વર્ષના સમયગાળા માટે અમલી રહે તે રીતની જોગવાઇ કરતો વટહુકમ બહાર પાડી સંબંધિત કાયદાઓમાં સુધારો કરવાનો નિર્ણય કરી તેની અમલવારી શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...