ઓપન હરાજી:ગુડા દ્વારા પ્રથમવાર 67 દુકાનની હરાજી ઓપન પ્રથાથી કરવા કવાયત

ગાંધીનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અત્યાર સુધીમાં ગુડાએ 3 પ્રયત્નમાં 25 દુકાનની હરાજી કરી છે

ગુડાની અડાલજ અને રાયસણ ખાતેની કુલ-92 દુકાનને ઇ-હરાજીથી વેચાણ કરતી હતી. તેમાં અત્યાર સુધી ત્રણ ઇ-હરાજીમાં 25 દુકાનનું વેચાણ થતા ગુડાને રૂપિયા 5 કરોડથી વધુની આવક થઈ છે. ત્યારે બાકી રહેલી 67 દુકાનને ઓપન હરાજીથી વેચાણ કરવાની વિચારણા કરી રહ્યું છે.

જોકે વહિવટી મંજૂરી સહિતની કામગીરી બાદ કાર્યવાહી હાથ ધરાશે. ગુડાએ કુલ-92 દુકાનોની હરાજી અત્યાર સુધી ત્રણ ઇ-હરાજી કરીને કરી હતી. તેમાં અત્યાર સુધી ગુડાની કુલ-25 દુકાનોનું વેચાણ કરતા ગુડાને કુલ 5,17,57,297ની આવક થઇ છે. અત્યાર સુધીમાં 3-3 હરાજી કરવા છતાં અત્યાર સુધીમાં ગુડાની માત્ર 25 દુકાનોનું વેચાણ થયું છે. જ્યારે બાકીની 67 દુકાનનું વેચાણ થઇ શક્યુ નથી.

ઇ-હરાજી સૌથી વધુ ભાવથી બોલી શરૂ થતી હતી
ગુડાએ ઇ-હરાજીથી 25 દુકાન વેચી છે. જોકે ઇ-હરાજીમાં બીડ કમ હરાજી બંધ બીડમાં ભાવ મંગાવાતા હતા. આવેલા ભાવમાં સૌથી વધુ ભાવ હોય ત્યાંથી દુકાનોની બોલી શરૂ કરાતી હતી. જોકે હરાજીમાં જેટલાએ બંધ બીડ રજુ કર્યા હોય તે જ ભાગ લઇ શકે છે. તેઓની વચ્ચે બોલી બોલાય અને જે સૌથી વધુ બોલી બોલે તેને દુકાન અપાતી હતી.

ગુડાની દુકાનો અલગ અલગ ભાવની છે
ગુડાએ રાયસણ અને અડાલજમાં બનાવેલી કુલ-92માંથી બાકી રહેલી 67 દુકાનોની બજાર કિંમત રૂપિયા 20 લાખથી લઇને અંદાજે રૂપિયા 35 લાખ સુધીની છે. જોકે ઓપન હરાજીમાં ગુુડા દ્વારા કેટલો ભાવ નક્કી કરાય છે તે તો આગામી સમયમાં જ ખબર પડશે.

અન્ય સમાચારો પણ છે...