ગાંધીનગર સિવિલમાં ઇન્ડોર બિલ્ડીંગમાંથી ચાર દિવસ પહેલા ફાયર સિસ્ટમની સામગ્રીની ચોરી થઇ હતી. અજાણ્યો ચોર આશરે 11 નોઝલની ચોરી કરી ગયો હતો. સિવિલ તંત્રએ બે દિવસ સુધી પોતાના કર્મચારીઓને દોડાવ્યા હતા. ત્યારે પાંચમા માળે ફરજ બજાવતા સિક્યુરીટી ગાર્ડે એક સંકેત આપતા સિવિલમા કામગીરી કરતી એજન્સીના કર્મચારીને જ ચોરીના કેસમાં પકડવામાં આવ્યો છે. પરંતુ હજુ સુધી તે ચોરી માનવા તૈયાર નથી. જોકે, સિવિલ તંત્રએ પોલીસને સોંપી દીધો હતો.
સિવિલમાં ઇન્ડોર બિલ્ડીંગના પાંચમા માળે આવેલા વોર્ડની કાચની બારી તોડી ફાયર સિસ્ટમની 11 નોઝલની ચોરી થઇ હતી. ચોરી બાદ સત્તાધીશોએ તેમના કર્મચારીઓને આસપાસમા આવેલા ભંગારવાડા પણ તપાસ કરવા મોકલ્યા હતા. ચોરી બાદ તંત્રના સત્તાધીશો પહેલા જ સિક્યુરીટી એજન્સી ઉપર દોષનો ટોપલો નાંખે છે, તેમ નોટીસ ફટકારી હતી. પરંતુ તે જ સિક્યુરીટી એજન્સીના ગાર્ડ દ્વારા અપાયેલા સંકેતથી આરોપીને પકડવામાં આવ્યો હતો. રાજદીપ એજન્સીમાં કામ કરતા કર્મચારીએ ચોરી કરી હતી. જેને અધિકારીઓ સામે કબૂલ કરી હતી.
સર્વન્ટે હાથ મારી કાચની બારી તોડી હતી. ત્યારે હાથે લોહી નિકળતા એક વોર્ડમાં જઇ લોહી સાફ કર્યુ હતુ. ચોરી કરનાર કર્મચારી નોકરી પર આવતો ન હતો.શોધી લાવ્યા બાદ તેણે અધિકારીઓ સામે ચોરી કર્યાનુ કબુલ કર્યુ હતુ.પરંતુ થોડા સમય પછી સ્ટેટમેન્ટ બદલી નાખ્યું હતુ ,અને અન્ય શખ્સોએ મારી નાંખવાની ધમકી આપી હતી તેથી ચોરી કરી હતી. પરંતુ આ બહાનું અધિકારીઓના ગળે નહિ ઉતરતા સેક્ટર 7 પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો.
‘હલકું લોહી હવાલદારનુ’ સુપરિન્ટેન્ડેન્ટે સિક્યુરીટી એજન્સીને જવાબદાર ગણી
સિવિલમાં ઇન્ડોર બિલ્ડિંગમાં અનેકવાર ચોરી થઇ તેમા કર્મચારી દ્વારા ચોરી કરાઈ હોવાનું સામે આવ્યું છે છતાં કર્મચારી રાખનાર એજન્સીને દંડવાની જગ્યાએ ‘નબળો ધણી બૈરી પર સુરો’ની જેમ સિક્યુરીટી એજન્સીને જ જવાબદાર ગણાયે છે. ચોરી બાદ ચોરને સિક્યુરીટી ગાર્ડ જ પકડી લાવે છે. સુપરિન્ટેન્ડેન્ટ કામગીરીની પ્રશંસા કરવાને બદલે નોટીસ ફટકારી રહ્યાં છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.