નોકરીના બહાને ઉચાપત:રાજદીપ એન્ટરપ્રાઇઝના કર્મચારીએ ડ્રાઈવર-પટાવાળા તરીકે એક જ સમયમાં બે જગ્યાએ નોકરી કરી, પોણા ત્રણ લાખનો પગાર પણ લીધો

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજદીપ એન્ટરપ્રાઇઝ હેઠળ આઉટ સોર્સ કર્મચારી તરીકે નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ નવા સચિવાલય બ્લોક નં 9 ખાતે પટાવાળા તેમજ મુખ્ય ઇજનેર (યાંત્રિક) અને અધિક સચિવના કાર્યાલય નર્મદા જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ સચિવાલય ખાતે આર.કે એજન્સી તેમજ સબલાઇન એજન્સી હેઠળ આઉટ સોર્સ ડ્રાઇવર તરીકે એક જ સમયમાં બે જગ્યાએ નોકરી કરીને અમૃત ઠાકોરે પોણા ત્રણ લાખનો પગાર પણ ચાઉં કરી ઉચાપત કરવામાં આવી હોવાનું કૌભાંડ બહાર આવતાં સેકટર - 21 પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ગાંધીનગર સેકટર - 13 સિંચાઇ યાંત્રિક પેટા વિભાગ નં-2 કચેરીમાં મદદનીશ ઈજનેર તરીકે ફરજ બજાવતા કલ્પેશભાઈ આંટીયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ કચેરીના વાહનપુલ દ્વારા સિંચાઇ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, સિંચાઇ મંત્રી કાર્યાલયના અધિકારીઓ, સરકારી મહાનુભાવો અને મુખ્યમંત્રી કાર્યલયના અધિકારીઓને સરકારી વાહનોની સેવા પુરી પાડવામાં આવે છે. જેમાં વાહનોના ડ્રાઇવરોની નિમણૂંક અત્રેની વિભાગીય કચેરી સીંચાઇ યાત્રિક વિભાગ નં-4 અમદાવાદ દ્વારા ટેન્ડર બહાર પાડી આઉટસોર્સ એજન્સીઓ મારફતે કરવામાં આવે છે. જે અન્વયે સબલાઇન રીસોર્સીસ લી. એજન્સી દ્વારા આઉટ્સોસ ડ્રાઇવરો ફાળવવામાં આવે છે.

ત્યારે વાહન પુલમાંથી મુખ્ય ઇજનેર (યાંત્રિક) અને અધિક સચિવના કાર્યાલય નર્મદા જળ સંપતિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગમાં એક આઉટસોર્સ ડ્રાઇવર અમૃતજી નટવરજી ઠાકોરને આર.કે. સીકયુરિટી સર્વિસની એજન્સી દ્વારા નોકરી આપવામાં આવી હતી. જ્યારે કેટલાક આઉટસોર્સના કર્મચારીઓ અત્રેની વિભાગીય કચેરી દ્વારા નિયુક્ત એજન્સી તેમજ સચિવાલય ખાતે આઉટસોર્સ કર્મચારીઓની સેવા પૂરી પાડતી અન્ય એજન્સી એમ બંને એજન્સી પાસેથી પગાર મેળવતા હોવાની બાતમી મળી હતી. જેની તપાસ કરતા અમૃત ઠાકોરે જાન્યુ 2021 થી ઓગષ્ટ 2022 સુધી કોન્ટ્રાક્ટ એજન્સી રાજદીપ એન્ટરપ્રાઇઝ કંપની મારફતે ડ્રાઈવર અને પટાવાળા તરીકે એક જ સમયે બે જગ્યાએ નોકરી કરી હોવાનું બતાવી પગાર મેળવી લીધો હોવાનું બહાર આવ્યું હતું.

આ મામલે વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવતા આર.કે. એજન્સીએ 1 લાખ 63 હજાર 427 તેમજ સબલાઇન એજન્સીએ વ્યાજ સહીત રૂપિયા 5 લાખ 37 હજાર 105 કચેરીમાં પરત જમા પણ કરાવી દીધા હતા. આમ અમૃતજી નટવરજી ઠાકોરે(રહે. સેકટર - 13,રેલ્વે સ્ટેશન પાછળ છાપરાં) એકજ સમયે બે જગ્યાએ નોકરી કરી પગાર મેળવી 2 લાખ 78 હજાર 528 રૂપિયાની ઉચાપત કરી હોવાના પગલે સેકટર - 21 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...