અકસ્માત:ચ -0 સર્કલ પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત થતાં વૃદ્ધને ઈજા

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખાનગી કંપનીના આસિસ્ટન્ટને કારચાલકે હડફેટે લીધા હતા

શહેરના ચ 0 સર્કલ પાસે જન્માષ્ટમીની પૂર્વ રાત્રીએ એક કાર ચાલકે એક્ટિવા સવાર માતા પુત્રીને ટક્કર મારી હતી. તે ઘટનાને હજુ સુધી માંડ એક પખવાડિયુ થવા આવ્યુ છે, ત્યારે એક મહિલા કારચાલકે વૃદ્ધ બાઇક સવારને ટક્કર મારી ફરાર થઇ ગઇ હતી. જેને લઇને વૃદ્ધને શરીરે વધતી ઓછી ઇજાઓ થઇ હતી. આ બનાવની ફરિયાદ સેક્ટર 7 પોલીસ મથકમા કરવામા આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

રાધાક્રિષ્ણન ક્રિષ્ણન નાયર (રહે, સેક્ટર 5બી, મૂળ રહે, કરીયન્નુર, કેરલ) ખાનગી કંપનીમા ઓફિસ આસિસ્ટન્ટ તરીકે નોકરી કરે છે. ત્યારે પોતાનુ બાઇક લઇને નોકરી જવા નિકળ્યા હતા. જ્યારે ચ 0 સર્કલ પાસેથી ઇન્દીરાબ્રિજ તરફ જઇ રહ્યા હતા, દરમિયાન એક મહિલા કાર ચાલક પુરપાટ ઝડપે આવી હતી અને બાઇકને પાછળથી ટક્કર મારી ફરાર થઇ ગઇ હતી. પરંતુ કારની ટક્કરથી બાઇક ચાલક વૃદ્ધને શરીરે ઇજાઓ થતા તાત્કાલિક સારવાર અર્થે ગાંધીનગર સિવિલમાં લઇ જવામા આવ્યા હતા.

ઇજાગ્રસ્ત દ્વારા કારનો નંબર યાદ રાખવામા આવતા જીજે 18 બીજે 7403 હોવાનુ જણાવ્યુ હતુ. જ્યારે કાર મહિલા ચલાવતી હતી. જેને લઇને કાર ચાલક મહિલા સામે સેક્ટર 7 પોલીસ મથકમા ફરિયાદ નોંધાવવામા આવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

ઉલ્લેખનિય છેકે, શહેરમા હીટ એન્ડ રનના બનાવમાં એકા એક વધારો થઇ રહ્યો છે. નિર્દોશ વાહન ચાલકોને કાર ચાલકો ટક્કર મારીને જીવન જોખમમા મુકી રહ્યા છે. ત્યારે આવા કાર ચાલકોને પાઠ ભણાવવા માંગ ઉઠી રહી છે.

અન્ય સમાચારો પણ છે...