કોરોના:અમદાવાદ ગયેલું સેક્ટર-7નું વૃદ્ધ દંપતી કોરોનાની ઝપટમાં

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દંપતીના ઘરે કામ કરતી મહિલાને પણ કોરોના

અમદાવાદ ખાતેના સામાજીક પ્રસંગમાં ભાગ લેવા ગયેલા સેક્ટર--7ના વૃદ્ધા કોરોનામાં સપડાતા તેઓના પતિ તેમજ ઘરકામ કરતી મહિલાને પણ સંક્રમિત કરતા મનપા વિસ્તારમાં કોરોનાના નવા ત્રણ કેસ નોંધાયા છે. નીફ્ટમાંથી કોરોનાના કેસ નોંધાયા બાદ સેક્ટર-7માંથી બે અને સેક્ટર-13માંથી એક સહિત કુલ-3 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે. મનપાના આરોગ્ય તંત્રના જણાવ્યા મુજબ સેક્ટર-7માં રહેતા 69 વર્ષીય વૃદ્ધા ચારેક દિવસ અગાઉ અમદાવાદ ખાતે સામાજિક પ્રસંગે ગયા હતા.

સામાજિક પ્રસંગ પતાવીને ઘરે આવ્યા બાદ વૃદ્ધાને શરદી અને તાવ થતાં તેમણે કોરોનાનો ટેસ્ટ કરાવતા પોઝિટીવ આવ્યો હતો. વૃદ્ધાના સંપર્કમાં આવેલા 72 વર્ષીય પતિ તેમજ ઘરકામ કરતી અને સેક્ટર-13માં રહેતી 40 વર્ષીય મહિલા પણ કોરોનાથી સંક્રમિત થઇ છે. જોકે સંક્રમિત ત્રણેય દર્દીઓ હોમ આઇસોલેશન સારવાર લઇ રહ્યા છે.

મનપા આરોગ્ય તંત્ર દ્વારા સેક્ટર-7માં વૃદ્ધ દંપતી જ રહેતું હોવાથી તેઓને હોમ આઇસોલેશન સારવાર શરૂ કરી છે. જ્યારે સેક્ટર-13ની મહિલાના પરિવારના ચાર વ્યક્તિઓને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. ઉપરાંત કોઇ લક્ષણો જોવા મળશે તો ટેસ્ટ કરાશે. કોરોનાની બિમારીને લઇને કેવા પ્રકારની તકેદારી રાખવી તેની જાણકારી મહિલાના પરિવારના સભ્યોને આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...