જાગૃતિ કાર્યક્રમ:દિવ્યાંગ મતદારોને પ્રશિક્ષિત કરવા જાગૃતિ કાર્યક્રમ યોજાશે

ગાંધીનગરએક દિવસ પહેલા
  • કૉપી લિંક

વિધાનસભાની ચૂંટણીમાં દિવ્યાંગ મતદારો મતદાન કરે તે માટે સાધના પેરેન્ટસ એસોસિએશન ઓફ મેન્ટલી ચેલેન્જડ પર્સન, ગાંધીનગર ખાતે દિવ્યાંગ મતદાર જાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં મતદાન માટે દિવ્યાંગ મતદારો માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ આપવા સહિતની બાબતોની જાણકારી આપવામાં આવી હતી.

હાલની વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યના ચૂંટણી પંચ દ્વારા નવા નવા અનેક નિયમો બનાવવામાં આવ્યા છે. દિવ્યાંગ મતદારો સુધી આ વાતને પહોંચાડવા માટે જિલ્લા ચૂંટણી પંચ દ્વારા દિવ્યાંગ મતદારો માટે જનજાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો.

દિવ્યાંગ મતદારો માટે હેલ્પ લાઇન નંબર-1950 અને વેબસાઇટ પરથી અથવા જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, સહયોગ સંકુલ, ગ્રાઉન્ડ ફ્લોર, સેક્ટર-11, ગાંધીનગરનો સંપર્ક કરવાનો રહેશે. આ પ્રસંગે ઉપસ્થિત દિવ્યાંગ મતદારો અને અધિકારીઓ તેમજ કર્મચારીઓએ મતદાનના શપથ લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...