માગણી:તલાટીઓના પ્રશ્નોના ઉકેલવાની માગ સાથે DDOને આવેદન અપાયું

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સેજાની અટકી પડેલી કામગીરીને સરળ બનાવાય તેવી માગણી
  • 3 વર્ષથી લેખિત તેમજ મૌખિક રજૂઆતો છતાં ઉકેલ નહીં આવતાં રોષ

છેલ્લા ત્રણ ત્રણ વર્ષથી પડતર પ્રશ્નોના ઉકેલ માટે માંગણી કરવા છતાં ઉકેલ નહી આવતા રોષ ઉઠવા પામ્યો છે. પડતર પ્રશ્નોના ઉકેલ માટે શરૂ થયેલા લડત આંદોલનના ભાગરૂપે ગાંધીનગર જિલ્લા તલાટી મહામંડળ ગાંધીનગર દ્વારા પોતાના પડતર પ્રશ્નોના ઉકેલની માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

રાજ્ય સરકારના પ્રાથમિક શિક્ષકોની જેમ તલાટીઓને પણ ફિક્સ પગારની નોકરીને સળંગ ગણીને લાભ આપવાની માંગણી કરી છે. સળંગ નોકરીનો લાભ નહી મળવાથી ઉચ્ચત્તર પગારધોરણ સહિતના લાભો મોડા મળવાથી તલાટીઓને આર્થિક નુકશાન થઇ રહ્યું છે. તલાટીઓને મળવાપાત્ર ઉચ્ચત્તર પગાર ધોરણનો લાભ આપવાને બદલે અલગ અલગ ભૂલો કાઢીને નામંજુર કરવામાં આવી રહ્યા છે. આથી ઉચ્ચત્તર પગાર ધોરણ માટેના નિયમો નક્કી કરીને મંજુર કરવા માંગણી કરી છે. તલાટીઓને વિસ્તરણ અધિકારી તરીકે વિસ્તરણ અધિકારી આંકડા અને વિસ્તરણ અધિકારી સહકારમાં પ્રમોશન આપવાની માંગણી કરી છે. રેવન્યુ (મહેસુલી) અને પંચાયત તલાટી મંત્રીઓને મર્જ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ફાળવેલા સેજાની અટકી પડેલી કામગીરીને સરળ બને તેવી માંગણી કરી છે.

2006માં ભરતી થયેલા તલાટી કમ મંત્રીઓને સળંગ નોકરી ગણીને તેઓને નિયત પગારધોરણમાં નિમણૂંક આપવાની માંગણી કરી છે. તલાટી કમ મંત્રીઓને ઇ-ટાસના માધ્યમથી ફરજ ઉપર જ હાજરી પુરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તેને રદ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. આંતર જિલ્લા ફેર બદલીનો લાભ તલાટીઓને આપવાની માંગણી સાથે ગાંધીનગર જિલ્લા તલાટી મહામંડળના પ્રમુખ રાજુભાઇ ચૌધરી અને મહામંત્રી ચિરાગભાઇ ચૌધરીએ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું છે.

અન્ય સમાચારો પણ છે...