તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગણી:પ્રાથમિક શિક્ષકોને 4200 ગ્રેડ પે આપવાની માંગ સાથે કલેક્ટરને આવેદન પાઠવાયું

ગાંધીનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લા શૈક્ષિક સંઘે જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું

પ્રાથમિક શિક્ષકોને ગ્રેડ પે 4200નો લાભ આપવો, એચ ટાટ મુખ્ય શિક્ષકોના આર.આર અને ઓવર સેટઅપ કરવા તેમજ શિક્ષકોના અન્ય પડતર પ્રશ્નોનું તાકિદે નિરાકરણ લાવવાની માંગણી સાથે ગાંધીનગર જિલ્લા શૈક્ષિક સંઘે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.છેલ્લા 2 વર્ષથી પડતર પ્રશ્નોના ઉકેલ માટે પ્રાથમિક શિક્ષકો લડત ચલાવી રહ્યા છે. તેમ છતાં રાજ્ય સરકાર કે શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોના ઉકેલ માટે કોઇ જ નક્કર નિર્ણય લેવાતો નથી. જેને પરિણામે પ્રાથમિક શિક્ષકોમાં રોષ ઉઠવા પામ્યો છે. તેમાં રાજ્યભરના 65,000 જેટલા પ્રાથમિક શિક્ષકોને 9 વર્ષની નોકરી બાદ મળવાપાત્ર ઉચ્ચત્તર પગાર ધોરણ 4200 ગ્રેડ પેને ઘટાડીને રાજ્યના શિક્ષણ વિભાગે રૂ.2800 ગ્રેડ પે કરી દીધો હતો. આથી ગ્રેડ પેના મામલે રાજ્યભરના 65,000 જેટલા શિક્ષકો 1 વર્ષથી ટ્વીટર સહિતના સોશિયલ મિડિયા ઉપર લડત ચલાવી રહ્યા છે.

જોકે 3 મહિના અગાઉ શિક્ષણમંત્રીએ ઉકેલની ખાતરી આપી હતી. પરંતુ ત્યારબાદ ગ્રેડ પે 4200નો લાભ આપવા માટે કોઇ નિર્ણય લઇને પરિપત્ર નહી કરાતા શિક્ષકોમાં રોષ ઉઠવા પામ્યો છે. ત્યારે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ગુજરાત દ્વારા ગ્રેડ પે 4200 આપવો, એચ ટાટ શિક્ષકોના આર આર અને ઓવર સેટઅપનો પ્રશ્ન તેમજ શિક્ષકોના બાકી પડતર પ્રશ્નોના ઉકેલની માંગણી સાથે ગત તારીખ 28મી, નવેમ્બરથી જિલ્લાકક્ષાના આંદોલન કાર્યક્રમો શરૂ કર્યા છે. ઉપરાંત તારીખ 8મી, ડિસેમ્બરે ધરણાં પ્રદર્શન કાર્યક્રમો યોજવામાં આવનાર છે. ત્યારે ગાંધીનગર જિલ્લા શૈક્ષિક સંઘના અધ્યક્ષ મેરાજભાઇ દેસાઇ અને મંત્રી હસમુખભાઇ પટેલ સહિત હોદ્દેદારોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો