તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:હિન્દુ સનાતન ધર્મ વિશે કથિત ટીપ્પણી કરનારગોપાલ ઇટાલીયા વિરુદ્ધ ગાંધીનગરમાં આવેદન પાઠવાયું

ગાંધીનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગોપાલ ઈટાલિયા માફી માગે તેવી માગ

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ હિન્દુ સનાતન ધર્મ વિશે કરેલી કથિત ટીપ્પણીને લઈ ગુજરાતભરના બ્રાહ્મણો અને સાધુ સંતો રોષે ભરાયા છે. ત્યારે બ્રહ્મસેના દ્વારા આજે ગુજરાતભરમાં ગોપાલ ઇટાલીયા વિરુદ્ધ આવેદનપત્ર પાઠવાયું હતું.

જેમાં કર્મકાંડી બ્રાહ્મણો, સાધુ સંતો અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ જોડાયા હતા. અને ગોપાલ ઇટાલીયાએ સમસ્ત કર્મકાંડી બ્રાહ્મણો, કથાકારો, હિન્દુ સનાતન ધર્મના સાધુ-સંતો માટે ઉચ્ચારેલા અભદ્ર શબ્દો પાછા ખેંચે અને બ્રાહ્મણોની માફી માગે એવી માંગ સાથે ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા હતા.

આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલીયાએ ભાગવત સપ્તાહ, સત્યનારાયણની કથા અંગે કરેલી ટિપ્પણી મુદ્દે હિન્દુ સમાજે આ ઘટનાને વખોડી કાઢી હતી અને આમ આદમી પાર્ટીએ લગાવેલા નમાજ પઢવાના બેનરો મુદ્દે જણાવ્યું હતું કે, નમાજ પઢવી હોય તો ઈટાલીયાએ પાકિસ્તાન જવું પડશે અને હિન્દુ સમાજ ક્યારેય પણ આવું અપમાન સહન નહીં કરી લે .

ગોપાલ ઇટાલીયાએ જો ગુજરાતમાં રહેવું હોય તો જાહેરમાં બ્રાહ્મણો અને હિન્દુ સમાજની માફી માગવી પડશે જો આવું નહીં કરે તો હિંદુ સનાતન ધર્મના દરેક સંગઠનો સાથે મળીને ઉગ્ર આંદોલન કરશે એવી ચીમકી સાથે ગાંધીનગર જિલ્લા કલેકટરને આવેદન પાઠવાયું હતું.

સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે વિરોધ પ્રદર્શનમાં બ્રહ્મ સેના પ્રદેશ કારોબારી સભ્ય સુનિલભાઈ મનુભાઈ ત્રિવેદી, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના રાજ્યકક્ષાના ઉપપ્રમુખ અશ્વિનભાઈ ત્રિવેદી, સમસ્ત બ્રહ્મ વિકાસ પરિષદ ગુજરાત પ્રદેશ પ્રમુખ યુવા પાંખના તુષારભાઈ રાવલ, વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ, સંતો-મહંતો સહિત બ્રહ્મ સમાજના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ગોપાલ ઇટાલીયા સામે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી ઉગ્ર માંગ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...