વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દરેક પરિવારનું બેંકમાં એક ખાતું નહીં, પણ દરેક પુખ્ત વયની વ્યકિતનું બેંકમાં ખાતું ખોલાઇ અને સરકારી યોજનાના લાભ સીધા તેના ખાતામાં જમા થાય તે માટે પ્રધાનમંત્રી જનધન યોજના 25મી ઓગસ્ટ,2014માં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં જનધન ખાતા જૂન-2022ની સ્થિતિએ1.70 કરોડ ખુલ્યા છે અને તેમાં રૂ. 7534 કરોડ રકમથી વધુ રકમ જમા થઇ હોવાનું રાજયસભાના સાંસદ નરહરિ અમીન દ્વારા પૂછાયેલા પ્રશ્નમાં બહાર આવ્યું હતું.
જનધન યોજના હેઠળ ખોલાયેલા ખાતાઓ સાથે કેન્દ્ર સરકારની સૂચનાથી રાજય સ્તરની બેન્કર્સ કમિટી દ્વારા રાજય સરકાર,સભ્ય બેન્ક અને અન્ય હિતધારકો સાથે જે ગામ અને શહેર અ્ને તેના વિસ્તારોમાં બેંક ન હોય ત્યાં બેંકની શાખા સ્થાપવા માટેની ગતિવિધિ હાથ ધરવામાં આવી હતી. આ માટે આરબીઆઇની ગાઇડલાઇન્સ પ્રમાણે બિઝનેસ પ્લાન્સ અને વાણિજિયક સદ્ધરતાની ચકાસણી કરવામાં આવી હતી.
પરિણામે ગ્રામિણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં જાહેર ક્ષેત્રની બેન્કની શાખાઓની સંખ્યા વર્ષ 2017માં 89,341 હતી તે વધીને વર્ષ 2022માં 96,962 થઇ હતી. હજુ બેંકની શાખાઓની સંખ્યા વધે તે દિશામાં પ્રયાસ થઇ રહ્યા છે તેમ સાંસદ અમીને કહ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં જનધન ખાતા 45.89 કરોડથી વધુ ખુલ્યા છે અને તેમાં રૂ. 1.69 લાખ કરોડ રકમ જમા થઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.