તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત કરવા અમૃત આહાર મહોત્સવ યોજાયો

ગાંધીનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રાકૃતિક ખેત ઉત્પાદનના વેચાણ માટે અમૃત મહોત્સવકાર્યક્રમ યોજાયો - Divya Bhaskar
પ્રાકૃતિક ખેત ઉત્પાદનના વેચાણ માટે અમૃત મહોત્સવકાર્યક્રમ યોજાયો
 • મહોત્સવમાં પ્રાકૃતિક ખેતીથી બનતાં શાકભાજી, કઠોળ અને ફળફળાદીનું વેચાણ

જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોને પ્રોત્સાહિત કરવા માટે અમૃત આહાર મહોત્સવ સેક્ટર-15 ખાતે યોજવામાં આવ્યો છે. જેમાં ખાસ સ્ટોલ ઉભા કરીને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો શાકભાજી, કઠોળ અને ફળફળાદીનું વેચાણ કરી રહ્યા છે. હાલમાં ખેડૂતો ખેત ઉત્પાદન વધુ થાય તે માટે રાસાયણ ખાતર અને પેસ્ટીસાઇડ દવાનો બેફામ ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે ઝેર મુક્ત પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો વધે તે માટે રાજ્યપાલે અપીલ કરી છે. પ્રાકૃતિક ખેતી માટે ડિસેમ્બર માસમાં ખેડુતોને તાલીમ આપી હતી. પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોના ખેત ઉત્પાદનને યોગ્ય ભાવ મળી રહે તે માટે ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડુત તાલીમ કેન્દ્ર, સેક્ટર-15 ખાતે અમૃત આહાર મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે.

જે અંતર્ગત 16 સ્ટોલ ઉભા કરીને જિલ્લાના ખેડૂતો શાકભાજી, ફળફળાદી અને કઠોળનું વેચાણ કરી રહ્યા છે. જિલ્લાના 1800થી 2000 ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. તેમાંથી દરરોજ 12થી 15 ખેડૂતો પોતાની ખેત ઉત્પાદન વેચાણ કરવા માટે આવી રહ્યા હોવાનું આત્મા પ્રોજેક્ટરના ડાયરેક્ટર એમ.બી.પટેલે જણાવ્યું છે. કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂતોને જાણકારી આપી હતી. ઉપરાંત પ્રાકૃતિક ખેતીમાં કેવા કેવા પ્રકારની મુશ્કેલી પડી રહી છે સહિતની બાબતે ખેડૂતો સાથે ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે ખેતીવાડી ખાતાના નિયામક ભરતભાઇ મોદી, આત્મા સમિતીના નિયામક કે.ડી.પંચાલ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો