તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી આગામી તા. 18મી એપ્રિલ, 2021ના રોજ યોજાનાર છે. ત્યારે મહાનગરપાલિકાની ચૂંટણીનું સંચાલન શાંતિપૂર્ણ સંચાલન થઇ શકે, કોઇ ઘમકીનું વાતાવરણ ઉભુ ન થાય અને જાહેર સુલેહ શાંતિ તેમજ કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણ જળવાઇ રહે તે સારું કોઇપણ પ્રકારના શસ્ત્રો અને દારુગાળો જાહેરમાં સાથે રાખવા પર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ગાંધીનગર દ્વારા જાહેરનામું બહાર પાડી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, ગાંધીનગર એચ.એમ.જાડેજાએ જાહેરનામામાં જણાવ્યું છે કે, ગાંધીનગર મહાનગરપાલિકાના જે હદ વિસ્તારમાં ચૂંટણી થનાર છે. તે મહેસુલી હદ વિસ્તારમાં કોઇપણ વ્યક્તિ તા. 19/03/2021 થી તા. 21/04/2021 સુધી કોઇપણ પ્રકારના હથિયાર/દારુગાળો જાહેરમાં પોતાની સાથે રાખી બહાર લઇ જઇ શકશે નહી. તેમજ હેરાફેરી કરી શકશે નહી. તેમજ ગાંધીનગર મહાનગરપાલિકા હદ વિસ્તારમાં નોંધાયેલ પાકરક્ષણ તેમજ સ્વરક્ષણ પરવાના હેઠળના હથિયાર પરવાનેદારએ સંબંધિત પોલીસ સ્ટેશન અથવા હથિયાર/દારુગાળો સુરક્ષિત અને અનામત રાખવા માટેના અધિકૃત આર્મ્સ ડીલર પાસે તા. 19મી માર્ચ થી તા. 21મી એપ્રિલ, 2021 સુધીની મુદત માટે સુરક્ષિત જમા કરાવવાનો પણ આદેશ કર્યો છે.
વધુમાં તેમણે જાહેરનામામાં જણાવ્યું છે કે, રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી બેંકો, મુખ્ય ધાર્મિક સ્થળો, રાઇફલ કલબ અને તેમના અધિકૃત સભ્યો, ઔધોગિક એકમો, જાહેર સાહસોના નામે મેળવેલ પરવાનાના રીટેઇનરો ( ખાનગી સિકયોરીટી સિવાય) હથિયાર ધારણ કરતા હોય તો, તે જમા કરાવવાના રહેશે નહી. તેમજ ફરજ પરના તમામ પોલીસ અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ ( ખાનગી સિક્યોરીટી સિવાય) કે જેઓને પોતાની ફરજ અંગે હથિયાર સાથે રાખવા પડતા હોય તો તે હથિયાર જમા કરાવવાના રહેશે નહી. અત્રેથી પરવાનગી મેળવેલ હોય તેવા હથિયાર પરવાનેદારો લાગુ પડશે નહી. આ હુકમનો ભંગ કે ઉલ્લંધન કરનાર અથવા તેમ કરવામાં મદદગારી કરનાર ઇસમ ભારતના ફોજદારી અધિનિયમની કલમ 188 મુજબ શિક્ષાને પાત્ર રહેશે.
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.