તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:અમિત શાહ આજે સિવિલ હોસ્પિ.માં ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરશે

ગાંધીનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાંજે 5 વાગ્યે કેન્દ્રીય ગૃહમંત્રી અડાલજ સ્વામીનારાયણ મંદિર દ્વારા નવનિર્મિત શારદામણી સામુદાયિક કેન્દ્રનું ઉદ્દઘાટન કરશે

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સાંસદ અમિત શાહ આજે ગાંધીનગરની મુલાકાતે છે. સવારે 11 કલાકે તેઓ કલોલ તાલુકાના નારદીપુર ગામ ખાતે તળાવનું નવીનીકરણ કામનું ખાતમુહૂર્ત તેમજ જિલ્લાના વિવિધ ગામોમાં અને કલોલ નગરપાલિકામાં થયેલા કામોનું ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત કરાશે. બપોરે 1 વાગ્યે અમિત શાહ ગાંધીનગર સિવિલ પહોંચશે, જ્યાં તેઓ સન ફાઉન્ડેશન દ્વારા બનાવેલ ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરશે. સાંજે 5 વાગ્યે કેન્દ્રીય ગૃહમંત્રી અડાલજ સ્વામીનારાયણ મંદિર દ્વારા નવનિર્મિત શારદામણી સામુદાયિક કેન્દ્રનું ઉદ્દઘાટન કરશે.

અન્ય સમાચારો પણ છે...