તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે શાહ અમદાવાદમાં:સમર્થકોનો રોષ ઓછો કરી ડેમેજ કંટ્રોલ માટે અમિત શાહ આવશે, મેયર-ડે. મેયરની નિમણૂક મામલે ચર્ચા કરશે

ગાંધીનગર19 દિવસ પહેલા
 • કૉપી લિંક
અમિત શાહની ફાઇલ તસવીર - Divya Bhaskar
અમિત શાહની ફાઇલ તસવીર

ગુજરાત ભાજપના નવાં સંગઠન માળખામાં તથા અમદાવાદ મહાનગર પાલિકામાં ટીકીટોની વહેંચણીના મુદ્દાને લઇને અમિત શાહના સમર્થકોમાં ખૂબ અસંતોષ છે. શાહ જૂથના નેતાઓએ તેમનામાંથી ગણ્યાગાંઠ્યા લોકોને સમાવ્યા હોવાની રાવ ખાધી છે. આ સંજોગોને સુધારવા અને તેમનો રોષ ખાળવા માટે ખુદ અમિત શાહ જ હવે રવિવારે અમદાવાદ આવી રહ્યાં છે. સોમવારે તેઓ પ્રદેશના નેતાઓ તથા પોતાના સમર્થકો સાથે બેઠકો કરશે.

અનેક મુદ્દાઓને લઇને ચર્ચા થશે
આમ તો પક્ષ તરફથી અમિત શાહ પોતાના લોકસભા મતવિસ્તાર ગાંધીનગરની સંકલન બેઠક માટે અમદાવાદ આવી રહ્યાં હોવાનું જણાવાઇ રહ્યું છે, પરંતુ શાહ જૂથના એક નેતાએ જણાવ્યું કે અમારા ઘણાં સાથીઓના અસંતોષની ફરિયાદને સાંભળી શાહ પોતે હવે આવી રહ્યા છે. તેઓ અમદાવાદ શહેર ભાજપના સંગઠન, તેમજ પાલિકાની ચૂંટણી બાદ મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમનની વરણીના મુદ્દાઓની ચર્ચા કરવા જ ખાસ અમદાવાદ આવી રહ્યા છે.

વાસણા, વેજલપુર અને નવરંગપુરામાં બ્રાહ્મણોને ટિકિટ ન મળતાં વિવાદ: ભાજપ દ્વારા અપાયેલી ટિકિટમાં બ્રાહ્મણ સમાજને થયેલા અન્યાયના પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. જેમાં વાસણા, વેજલપુર અને નવરંગપુરામાં બ્રહ્મ સમાજના મતદારોની સંખ્યા વધુ હોવા છતાં પણ ટિકિટ ફાળવણીમાં અન્યાય થયાની ફરિયાદો ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો