ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય માં સ્નાતક, અનુસ્નાતક, એમફીલ, અને પીએચડીનો અભ્યાસ કરતા 221 વિદ્યાર્થીઓને તારીખ 19 મી માર્ચ રવિવારના દિવસે ગુજરાત નેશનલ યુનિવર્સિટી ખાતે પદવી એનાયત કરાશે. ચોથા દીક્ષાંત સમારોહમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે 20 વિદ્યાર્થીઓને સઈયઉજઈ ચંદ્રક એનાયત કરશે.
સેક્ટર 29 માં આવેલી ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય માં અભ્યાસ કરતા સ્નાતક અનુસ્નાતક એમપી અને પીએચડી ના વિદ્યાર્થીઓને બધું એનાયત કરવાનું ચોથો દીક્ષાંત સમારોહ તારીખ 19 મી રવિવારે, સાંજે 5-00 કલાકે, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે યોજવામાં આવનાર છે. આ પદવીદાન સમારોહના મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેવાના છે.
વધુ 221 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવા ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયનો ચોથો પદવીદાન સમારોહ યોજાશે. જેમાં સ્નાતકના 21 અનુસ્નાતક ના 146 પીએચડી અને એમ ફીલના 54 વિદ્યાર્થીઓ ને બધું એનાયત કરાશે. ઉપરાંત સેન્ટર યુનિવર્સિટીના 20 વિદ્યાર્થીઓની સીયુજી ચંદ્રક તેમજ અર્થશાસ્ત્રના ચોથા સેમેસ્ટર માં પ્રથમ આવનાર વિદ્યાર્થીની વિદ્યાદેવી અગ્રવાલ સુવર્ણચંદ્રક અને ગુજરાતીમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીને કવિ પિનાકીન ઠાકોર ચંદ્રક પ્રદાન કરવામાં આવનાર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.