ચૂંટણી:અમિત શાહે વર્તમાન ધારાસભ્યોને પૂછ્યું, તમારા બદલે કોણ આવી શકે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • જે ધારાસભ્યોને બદલી શકાય તેમને જ આવાં પ્રશ્નો કરાયા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ ગુજરાતના પ્રવાસે છે અને તેઓ ઝોનદીઠ ત્યાંના ધારાસભ્યો, સંગઠનના નેતાઓ સહિતના લોકોને મળીને સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. આ દરમિયાન તેઓએ એવું કહ્યું કે ભાજપ આડેધડ ટિકિટ કાપવાને બદલે જીતી શકે તેવા ઉમેદવારને ચૂંટણીના મેદાને ઉતારશે. પરંતુ આંતરિક રીતે એક વાત બહાર આવી છે કે અમિત શાહે પોતાની મુલાકાતમાં ઘણાં વર્તમાન ધારાસભ્યોને એવું કહ્યું, કે જો તમને ટિકિટ આપવામાં ન આવે તો તેમના સ્થાને કોણ વિકલ્પ હોઇ શકે તે તમે જ જણાવો.

માત્ર વર્તમાન ધારાસભ્યો જ નહીં, પાછલી ચૂંટણીમાં હારેલાં મોટાભાગના ધારાસભ્યોને આ બાબત પૂછવામાં આવી છે તેવું પણ જાણવા મળ્યું છે. ધારાસભ્યો પાસેથી જ તેમના વિકલ્પ માગવાની બાબત તેમના માટે અકળાવનારી છે. ભાજપના સૂત્રો જણાવે છે કે આવું પૂછીને શાહે તેવાં લોકોને સંકેત આપી દીધો છે, જેમની ટિકિટ કપાવાની છે. આ રીતે તેમને માનસિક રીતે તૈયાર કરી દેવાયા છે.

શાહે એન્ટિઇન્કમ્બન્સીનો અંદાજ કાઢ્યો
ભાજપના સૂત્રો જણાવે છે કે આ બેઠક દરમિયાન શાહે ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો સ્થાનિક સંગઠનના નેતાઓ અને અન્ય ચૂંટાયેલા નેતાઓની સાથે અલગ-અલગ બેઠકો કરી હતી. આ દરમિયાન તેમણે જે-તે વર્તમાન ધારાસભ્ય અથવા પાછલી ચૂંટણીમાં હારેલા ઉમેદવાર સામે પ્રવર્તી રહેલી એન્ટિ ઇન્કમ્બન્સીનો તાગ મેળવી લીધો છે. હવે શાહ આ મુલાકાતને આધારે પોતાનું મૂલ્યાંકન કરી લેશે.

નિરીક્ષકો ગુરુવારથી પ્રવાસ પર
ગુજરાત ભાજપે ચૂંટણીમાં ટિકિટ ઇચ્છતા લોકોને સાંભળવા માટે 27થી 29 ઓક્ટોબર દરમિયાન નિરીક્ષકોનો પ્રવાસ કાર્યક્રમ જાહેર કરી દીધો છે. આ નિરીક્ષકો ત્રણ-ત્રણની ટુકડીમાં લોકસભા વિસ્તાર દીઠ પ્રવાસ કાર્યક્રમ કરશે. આ રીતે આવી લગભગ 26 કે 30 જેટલી ટીમો હશે જે તેમને સોંપાયેલા લોકસભા વિસ્તારમાં સમાવિષ્ટ તમામ વિધાનસભા બેઠકના ટિકિટ ઇચ્છતા અને અન્ય લોકોને સાંભળશે.

અન્ય સમાચારો પણ છે...