ધરપકડ:સેક્ટર-6 ડબલ મર્ડર કેસનો આરોપી આમીન બાદશાહ આખરે ઝડપાયો

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આમીન સામેરાથી અમદાવાદ ચોરીનું ટીવી વેચવા નીકળ્યો હતો
  • જુન-2018માં પેરોલ જમ્પ કરીે ફરાર થયેલા આરોપીને હિંમતનગર એલસીબીએ દબોચી લીધો: ગાંધીનગરમાં 6 ચોરીની કબૂલાત

ગાંધીનગરમાં 2011માં સેક્ટર-6 ખાતે થયેલા ડબલ મર્ડર કેસનો આરોપી આમીન બાદશાહ મન્સુરી હિંમતનગર એલસીબીના હાથે ઝડપાયો છે. સેક્ટર-6 સી ખાતે રહેતા આમીનને 2017માં ડબલ મર્ડર કેસમાં આજીવન કેદની સજા થયેલી છે. જોકે જૂન-2018માં તે પેરોલ જમ્પ કરીને ફરાર થઈ ગયો હતો અને ત્યારથી ફરાર હતો.

આરોપી આમીન શામળાજી પાસેના નાના સામેરા ખાતે અવરજવર કરતો હતો. જે અંગે હિંમતનગર એલસીબીને માહિતી મળી હતી. જે અંગે બાતમીદારો સક્રિય કરી આરોપીને ઝડપી લેવા કવાયત શરૂ કરાઈ હતી. આ દરમિયાન આમીન સામેરાથી અમદાવાદ ચોરીનું ટીવી વેચવા નીકળ્યો હોવાની બાતમી મળી હતી. જે આધારે પોલીસે તેને હિંમતનગરના ગાંભોઈથી ઝડપી લીધો હતો. જેની પાસેથી એલઈડી ટીવી, સોનાનું પેંડલ, સોનાની રણી તથા સોનાની લકડી મળી આવી હતી. જે તેણે ભિલોડા તથા ધનસુરામાં ચોર્યા હતા.

પોલીસ જાપ્તામાંથી ફરાર થયા બાદ તેણે ગાંધીનગરમાં જ ગેંગ બનાવીને દિવસની ઘરફોડ ચોરીઓ કરતો હતો. આ ઉપરાંત તે મહારાષ્ટ્રના નાસિકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઘરફોડ ચોરીઓને અંજામ આપેલો છે. નાસિક તથા સાબરમતી જેલવાસ દરમિયાન મોબાઈલ રાખવાના તથા એનડીપીએસના ગુનાઓ તેણે કરેલા છે. અગાઉ તે ગાંધીનગર કોર્ટ અને મહારાષ્ટ્રના ડીંડોલી કોર્ટમાંથી પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ચૂકેલો છે. રીઢા ગુનેગાર આમીન એક બે નહીં પણ 12 વખત પેલોર જમ્પ કરેલા છે. જેની સામે અત્યાર અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં 29 ગુના નોંધાયેલા છે.

જુન-2018માં આમીન પેરોલ જમ્પ ભાગેલા આમીન અલગ-અલગ 14થી વધુ ચોરીઓને અંજામ આપ્યો હતો. જેમાં તેણે ગાંધીનગરમાં જ છ ચોરીઓ કરી હતી. જેમાં જુન-2019માં સે-2 ખાતે ઈન્દ્રોડા સર્કલ નજીક બંધ મકાન, 2019 નવરાત્રિ સમયે સેક્ટર-7-એ, સેક્ટર-7-ડી, સેક્ટર-7-સી અને સેક્ટર-4-ડી ખાતે બંધ મકાનના તાળા તોડ્યા હતા. આ સાથે સપ્ટેમ્બર-2019માં કલોલમાં બંધ મકાન ચોરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...