ચોમાસું:આવતીકાલે ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 147 તાલુકામાં મેઘમહેર, ધોળકામાં સૌથી વધુ 3 ઈંચ વરસાદ

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાલે ખાબકેલા વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા - Divya Bhaskar
કાલે ખાબકેલા વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા
  • દેવભૂમિદ્વારકાના કલ્યાણપુરમાં પણ 3 ઈંચ, અમરેલીના રાજુલામાં 2 ઈંચ, સુરતના ઉમરપાડા અને પાલસણામાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો

આવતીકાલથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ત્યારે રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 147 તાલુકામાં 3 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે, સૌથી વધારે 3 ઈંચ અમદાવાદના ધોળકામાં નોઁધાયો છે. આજે સવારથી સામાન્ય વરસાદ રાજ્યમાં પડી રહ્યો છે અને 22 તાલુકામાં અડધા ઈંચ સુધી વરસાદ નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા પ્રાપ્ય વરસાદના આંકડા અનુસાર આજે સવારે 6 વાગે પૂરા થતાં 24 કલાકના સમયગાળા દરમિયાન રાજ્યના 147 તાલુકામાં વરસાદ નોધાયો છે. તેમાં સૌથી વધુ 3 ઈંચ વરસાદ અમદાવાદના ધોળકામાં નોઁધાયો છે. જ્યારે દેવભૂમિદ્વારકાના કલ્યાણપુરમાં પણ 3 ઈંચ જેટલો 72 મિમિ વરસાદ નોઁધાયો છે. અમરેલીના રાજુલામાં 2 ઈંચ, સુરતના ઉમરપાડા અને પાલસણામાં દોઢ ઈંચ, પોરબંદરના રાણાવાવ, ભરૂચના નેત્રંગ, સુરતના માંગરોળ, તાપીના ડોલવણ, પોરબંદર અને મહેસાણાના કડીમાં એક ઈંચ વરસાદ નોંધાયો છે.

છેલ્લા 24 કલાકના એક ઈંચથી ત્રણ ઈંચ સુધી વરસાદના આંકડા

જિલ્લોતાલુકોવરસાદ (મિમિમાં)
અમદાવાદધોળકા75
દેવભૂમિ દ્વારકાકલ્યાણપુર72
અમરેલીરાજુલા48
સુરતઉમરપાડા39
સુરતપાલસણા36
પોરબંદરરાણાવાવ32
ભરૂચનેત્રંગ32
સુરતમાંગરોળ31
તાપીડોલવણ29
પોરબંદરપોરબંદર26
મહેસાણાકડી25

આજે સવારે 22 તાલુકામાં વરસાદ નોઁધાયો
રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા પ્રાપ્ય આંકડ અનુસાર આજે સવારે 6 વાગ્યાથી રાજ્યના 22 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ અડધો ઈંચ વરસાદ દાહોદના લીમખેડા અને સુરતના બારડોલીમાં નોંધાયો છે. જ્યારે નવસારી અને સુરતના ઉમરપાડામાં 12 મિમિ, સુરતના મહુવામાં 10 મિમિ, અમરેલીના જાફરાબાદ અને સુરત શહેરમાં 9 મિમિ, નવસારીના જલાલપોર અને જામનગરના કાલાવડમાં 8 મિમિ, જ્યારે સુરતના માંડવી અને તાપીના નિઝરમાં 5 મિમિ વરસાદ નોંધાયો છે.

આજે સવારે 6 વાગ્યાથી નોઁધાયેલા વરસાદના આંકડા

જિલ્લોતાલુકોવરસાદ (મિમિમાં)
દાહોદલીમખેડા15
સુરતબારડોલી15
નવસારીનવસારી12
સુરતઉમરપાડા12
સુરતમહુવા10
અમરેલીજાફરાબાદ9
સુરતસુરત શહેર9
જામનગરકાલાવડ8
નવસારીજલાલપોર8
સુરતમાંડવી5
તાપીનિઝર5
અન્ય સમાચારો પણ છે...