વરસાદની ધબધબાટી:રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ગાંધીનગરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, બે કલાકમાં બે ઈંચથી વધુ વરસાદ ખાબકયો

ગાંધીનગર14 દિવસ પહેલા
  • બે કલાકમાં ધોધમાર વરસાદ પડતાં ઠેર ઠેર પાણી ભરાયા

રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ગાંધીનગરમાં માત્ર બે કલાકમાં ધોધમાર વરસાદ પડતાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. તો સ્વર્ણિમ સંકુલ-1માં પણ વરસાદી પાણી ભરાઇ ગયા હતા. તે સિવાય ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. માત્ર બે કલાકમાં ગાંધીનગર માં વરસાદે ધબધબાટી બોલાવતા બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

માત્ર બે કલાકમાં ધોધમાર વરસાદ પડતાં ઠેર ઠેર પાણી ભરાયા
રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ગાંધીનગરમાં માત્ર બે કલાકમાં ધોધમાર વરસાદ પડતાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. તો સ્વર્ણિમ સંકુલ-1માં પણ વરસાદી પાણી ભરાઇ ગયા હતા. તે સિવાય ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ બે કલાકમાં ગાંધીનગર માં 46 mm તેમજ કલોલમાં 21 mm વરસાદ નોંધાતા કુલ 2 ઈચથી વધુ વરસાદ વરસ્યો હતો.

8 ઓગષ્ટના રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી
રાજ્યમાં પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે આજે ભારેથી મધ્યમ વરસાદ રહેશે. જોકે કાલથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે. 8 ઓગષ્ટના રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં આગામી 24 કલાક ભારે વરસાદ વરસવાનું હવામાન વિભાગનું અનુમાન છે.

સ્કૂલ છૂટવાના સમયે વરસાદે ગાજવીજ સાથે ધબધબાટી બોલાવી
ગાંધીનગર જિલ્લામાં આજે સવારથી વરસાદી માહોલ છવાયેલો હતો. જે અંતર્ગત જિલ્લાના વાતાવરણમાં પણ પલટાની સાથે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેનાં કારણે નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. બપોરે સ્કૂલ છૂટવાના સમયે વરસાદે ગાજવીજ સાથે ધબધબાટી બોલાવી દેતા ઘણી જગાએ ટ્રાફિકજામની સમસ્યા પણ સર્જાઈ હતી. જો કે એક વાગ્યા પછી વરસાદે અચાનક વિરામ લેતાં સૂર્યનો આકરો તાપ પડવા લાગ્યો છે. હવામાન વિભાગના સત્તાવાર આંકડા જોઈએ તો આજે એક વાગ્યા સુધીમાં ગાંધીનગર 46 મિમી તેમજ કલોલમાં 21 મિમી એટલે કે બે ઈંચ કરતા વધુ વરસાદ પડ્યો હતો. જ્યારે સ્વર્ણિમ સંકુલ - 1 માં પણ વરસાદી પાણી ભરાઈ ગયાના દ્રશ્યો જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...