કોવિડ-19 મુદ્દે મદદની જાહેરાત:સરકારે 20 દિવસ પહેલાં ઠરાવ કર્યો છતાં સહાય મુદ્દે તંત્ર ગોઠવાયું નહીં

ગાંધીનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં કોવિડ-19ને કારણે સત્તાવાર 10,090 મોત થયા છે ત્યારે રાજય સરકારે મૃતકોના પરિવારજનોને સહાય આપવાની જાહેરાત કરી દીધી, કલેકટરોને 29મી ઓકટોબરે ઠરાવ મોકલીને લેખિત સૂચના આપી હતી. પણ માત્ર અમદાવાદ, સુરત અને રાજકોટ મહાનગરપાલિકાએ જ ફોર્મ વિતરણની કામગીરી શરૂ કરી હતી. બાકીના શહેરોમાં શહેર કમિશનર અને કલેકટરો હજુ ફોર્મ વિતરણનું વ્યવસ્થાતંત્ર ગોઠ‌વવામાં ઠાગાઠૈયા કરી રહ્યા છે. કેટલાક કલેકટરોને તો સહાય કેવી રીતે આપવાની તેની જાણકારી પણ નથી. નગરપાલિકા,તાલુકા અને ગ્રામ વિસ્તારમાં ફોર્મ કયાંથી લેવાનું અને કયાં આપવાનું તેનું કોઇ વ્યવસ્થાતંત્ર નથી.

વાઘાણીએ કહ્યું, આરોગ્ય મંત્રીને કહીશ,આરોગ્ય મંત્રી ચૂપ!
આ બાબતે રાજય સરકારના પ્રવકત્તા મંત્રી જીતુ વાઘાણીને પ્રશ્ન પૂછતા તેમણે કહ્યું હતું કે, મને આ બાબતે ખ્યાલ નથી, હું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું ધ્યાન દોરીશ. જયારે આ મુદ્દે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનો વારંવાર સંર્પક કરવા છતા લાંબા સમય પછી પણ તેમનો કોઇ પ્રત્યુતર આવ્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...