તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:FIR નહોતી કરી છતાં ચોર ઝડપાઈ જતાં યુવતીને ફોન પાછો મળી ગયો

ગાંધીનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સેક્ટર-6ની યુવતી ઘરબહાર સૂતી હતી ત્યારે મોબાઇલ ચોરાઈ ગયો હતો

ઉનાળાની ગરમીના કારણે શહેરમાં અનેક લોકો પોતાના મકાન બહાર આવેલી જગ્યામાં આરામ કરતા હોય છે. ત્યારે ખાનગી હોસ્પિટલમાં ઓટી આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવની સેક્ટર 6ની યુવતિ પોતાના ઘર બહાર રાત્રે આરામ કરી રહી હતી, દરમિયાન અજાણ્યો ચોર યુવતિનો 57 હજારની કિંમતનો મોબાઇલ ચોરી ફરાર થઇ ગયો હતો.

શિતલ વિષ્ણુભાઇ સથવારા (રહે, સેક્ટર 6ડી, ગાંધીનગર) ખાનગી હોસ્પિટલમાં ઓટી આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. જ્યારે રાત્રે ગરમીના કારણે મોડી રાત્રે જમીને મકાન બહાર ખુલ્લી જગ્યામાં ખાટલા પાથરી આરામ કરતા હતા. તે સમયે પોતાનો મોબાઇલ કિંમત આશરે 57 હજારને ઓશિકા નીચે મુકી દીધો હતો. પરંતુ જ્યારે બીજા દિવસે સવારે ઉઠીને મોબાઇલ લેવા જતા જોવા મળ્યો ન હતો. પરંતુ યુવતિએ ફરિયાદ કરી ન હતી.

એલસીબી-1 પીઆઈ જે.જી. વાઘેલાના માર્ગદર્શનમાં ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે કોન્સ્ટેબલ ધીરેન્દ્રસિંહને આરોપી અંગે બાતમી મળી હતી. જેમાં પોલીસે સેક્ટર-6 અપના બજાર પાસે મજૂર માર્કેટમાં ફોન વેચવા ફરતાં એક શખ્સને ઝડપી પાડ્યો હતો. જેની પાસે રહેલી પ્લાસ્ટિકની કોથળીમાંથી 14 ફોન મળી આવ્યા હતા. જેનું નામ પૂછતાં તે ગાંધીનગરના ધણપ ગામનો દિલીપ શકરાજી ઠાકોર (27 વર્ષ) હોવાનું સામે આવ્યું હતું. ફોન અંગે પૂછતાં તેણે એક ફોન સેક્ટર-6માંથી, એક પોન શિહોલી ગામની સીમમાં આવેલા મકાનમાં અને અન્ય ફોન રેલવે સ્ટેશન નજીક રહેતાં મજૂરોના છાપરામાં ચોર્યા હોવાની કબૂલાત કરી હતી. આરોપી સામે યુવતીની ફરિયાદના આધારે સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...